નવી દિલ્હી- અમેરિકાના સતત પ્રયત્નો છતાં પણ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધતો જાય છે.
વિયેતનામમાં થયેલું હનોઈ શિખર સંમેલન નિષ્ફળ રહ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કેસ જો ઉત્તર કોરિયા હવે વધુ એક સેટેલાઈટ સાઈટનું નવેસરથી નિર્માણ કરશે તો, અમને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગથી ખુબ નિરાશા થશે. તમને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાઈ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું યોંગબ્યોન પ્લાન્ટમાં નવી ગતિવિધિઓનું જાણ થઈ છે. ત્યાર બાદ જ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવ વધ્યો છે.
આ પ્લાન્ટમાં ઉત્તર કોરિયાની પ્રથમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ)નું ઉત્પાદન થતું રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મિસાઈલની ઝપેટમાં અમેરિકા પણ આવી જાય છે.
ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને હાલમાં જ ચેતવણી આપી છે કે, જો ઉત્તર કોરિયા તેમના પરમાણુ કાર્યક્રમ પર લગામ નહીં મુકે તો મને લાગે છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ આ અંગે એકદમ સ્પષ્ટ છે. ઉત્તર કોરિયાના આ પગલાથી તેમની અર્થવ્યવસ્થા ડગમગી જશે. એટલું જ નહીં અમેરિકા તેના પર વધુ નવા પ્રતિબંધો લગાવવા અંગે પણ વિચારી શકે છે.
દક્ષિણ કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તર કોરિયાઈ મિસાઈલ પ્લાન્ટમાં ગતિવિધિઓ થતાં જોઈ છે.
એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાએ જૂન 2018માં સિંગાપુરમાં ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે પ્રથમ શિખર સંમેલન બાદ પણ ઉત્તર કોરિયાઈએ યોંગબ્યોન પરમાણુ પરિસરમાં તેમનો યૂરેનિયમ સંગ્રહ કરવાનું ચાલુ રાખ્યું હતું.