સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ભારત, પાક.ના અધિકારીઓ સાથે આ મુદ્દે વાત કરી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અંતોનિયો ગુતારેસે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર બંન્ને દેશોના અધિકારીઓ સાથે વાત કરી. જો કે મહાસચિવે વડાપ્રધાન મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઈમરાન ખાન સાથે વાત ન કરી. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા અને પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહ જૈશ-એ-મહોમ્મદે આની જવાબદારી લીધી હતી.

આત્મઘાતી હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશની સૌથી મોટી પ્રશિક્ષણ શિબિર પર હવાઈ હુમલો કર્યો હતો. અભિયાનમાં મોટા પ્રમાણમાં જૈશના આતંકી, પ્રશિક્ષક, વરિષ્ઠ કમાન્ડર અને આત્મઘાતી હુમલા માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહેલા આતંકીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાની વાયુસેનાએ જવાબી હુમલો કર્યો અને હવાઈ હુમલામાં ભારતના એક મિગ-21ને તોડી પાડ્યું હતું. પાકિસ્તાને ભારતીય પાયલટ અભિનંદન વર્તમાનને પોતાના કબજામાં લીધા જેમને શુક્રવારના રોજ ભારતને સોંપી દેવામાં આવ્યા.

ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિખે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં કહ્યું કે અમે સ્થિતીથી સંપૂર્ણ રીતે વાકેફ છીએ. જ્યાં સુધી મારી પાસે જાણકારી છે ત્યાં સુધી મહાસચિવે બંન્ને દેશોના પ્રમુખ સાથે વાત નથી કરી પરંતુ તેમણે બંન્ને પક્ષો સાથે જરુર વાત કરી છે. મને લાગે છે કે આવું તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરવા અને તણાવ ઓછો કરવા માટે તમામ સંભવ પ્રયાસની આવશ્યકતા પર જોર આપવાના ઈરાદાથી કર્યું છે.

ગત સપ્તાહે દુજારિખે કહ્યું કે ગુતારેસે બંન્ને દેશો વચ્ચે વધતા તણાવને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી અને સાર્થક પરસ્પર ભાગીદારી દ્વારા બંન્ને પક્ષોને તણાવ ઓછો કરવા માટે તાત્કાલિક પગલા ભરવા આહ્વાન કર્યું છે.

પુલવામા હુમલા બાદ ગુતારેસે વારંવાર બંન્ને પક્ષોને સંયમ રાખવા અને તણાવ ઓછો કરવા માટે તાત્કાલિક પગલા ભરવાના મહત્વ પર જોર આપ્યું છે. ગુતારેસે ભારતીય સુરક્ષા પર આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે એ જરુરી છે કે આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રતિ જવાબદેહી હોય અને અને આતંકવાદના દોષીઓને ન્યાયના ડેશ પર લાવવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક સંવાદદાતા સંમ્મેલનમાં પુલવામામાં આત્મઘાતી હુમલાની કડક નિંદા કરી અને આને ધૃણિત અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]