નવી દિલ્હીઃ ચીને જણાવ્યું છે કે આ સપ્તાહે કિર્ગિસ્તાનમાં થનારા એસસીઓ શિખર સમ્મેલનમાં સુરક્ષા, અર્થવ્યવસ્થા, અને આતંકવાદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે પરંતુ અમારા મિત્ર દેશ પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર કોઈએ કશું જ સંભળાવવું નહી.
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં એસસીઓનું 19મું શિખર સમ્મેલન 13-14 જૂનના રોજ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ પણ આ શિખર સમ્મેલનમાં જોડાશે. આ વૈશ્વિક મંચ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને આશરો આપવાનો મુદ્દો ઉઠાવી શકે છે. ત્યારે આને ધ્યાનમાં રાખીને ચીને સ્પષ્ટ કર્યું છે કે તેના સહયોગી અને મિત્ર દેશને આ કાર્યક્રમમાં નિશાને ન લેવામાં આવે.
ચીનના ઉપ વિદેશ પ્રધાન ઝાંગ હાનહુઈએ કહ્યું કે શિખર સંમ્મેલનમાં એસસીઓના છેલ્લા 10 વર્ષના કામની સમીક્ષા થશે અને આ વર્ષે સહયોગ માટે યોજના બનાવવામાં આવશે. એસસીઓમાં અર્થવ્યવસ્થા અને સુરક્ષા સહોયોગ ખાસ માટે યોજના બનાવવામાં આવશે. એસસીઓમાં અર્થવ્યવસ્થા અને સુરક્ષા સહયોગ ખાસ કરીને આતંકવાદના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. એસસીઓના બે પ્રમુખ મુદ્દાઓ સુરક્ષા અને વિકાસ છે. ઝાંગે કહ્યું કે એસસીઓની સ્થાપનાનો ઉદ્દેશ્ય કોઈ દેશને નિશાન બનાવવાનો નથી પરંતુ આ સ્તરના શિખર સમ્મેલનથી નિશ્ચિત રીતે પ્રમુખ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે.
ચીને આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ બિશ્કેકમાં થનારી મુલાકાત દરમિયાન અમેરિકા સાથે પોત-પોતાના વ્યાપાર સંઘર્ષને લઈને વાતચીત કરી શકે છે. અમેરિકાના વ્યાપાર સંરક્ષણવાદ વિરુદ્ધ સહમતિ પર પહોંચી શકે છે.