નવી દિલ્હી– ઈટલીના અંતરિક્ષ યાત્રી લૂકા પરમિટાનો સ્પેસમાં ડીજે ડાન્સ કરનારા પ્રથમ અંતરિક્ષ યાત્રી બની ગયા છે. લૂકાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ડીજેની તાલ પર ડાન્સ કર્યો હતો. હક્કીકતમાં લૂકા પરમિટાનોએ એક ડિવાઈસ મારફતે ડીજે ડાન્સને લાઈવ પણ કર્યો. આ ડાન્સની તૈયારી પહેલાથી કરી લીધી હતી. તેમની સાથે ઈટલીમાં પણ લોકોએ એજ ડીજે ધુન પર તેમની સાથે ડાન્સ કર્યો.
ડાન્સ દરમિયાન પરમિટાનો ડિવાઈસમાંથી ડીજેની ધુન બદલતા પણ નજરે પડે છે. પરમિટાનોનું શરીર આમ તેમ થઈ રહ્યું હતું અને કયારેક તે ડાન્સ કરતા કરતા ઉલટા પણ થઈ જતા હતાં.
પરમિટાનો એ એક સંદેશમાં કહ્યું કે, સંગીત એક સાર્વભૌમિક ભાષા છે, હું કોઈ ડીજે નથી, તેમ છતાં પણ આવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પરમિટાનોએ તેમના સેટ પર ડીજે માટે એક ટેબલેટનો ઉપયોગ કર્યો હતો.
પરમિટાનોનો આ ડાન્સ વિશ્વભરમાં પવનવેગે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ડાન્સની વિડિયો ક્લિપને સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યા છે.