ન્યૂયોર્ક- અમેરિકાના અંદાજે 20 અબજોપતિઓએ કહ્યું કે, જળવાયુ પરિવર્તન અને અન્ય પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે તેમના પર વધુ ટેક્સ લાદવો જોઈએ. સોમવારે આ મોટાભાગના અમીર અમેરિકનોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોને કહ્યું કે, તે અમીરો પર ઉંચો ટેક્સ લગાવવાની રજૂઆતને સમર્થન આપે.
ઉંચા ટેક્સ દરની વાત કહેનાર અબજોપતિઓમાં જોર્જ સોરોસ, ફેસબુકના સ્થાપક ક્રિસ હ્યૂઝેજ, વોલ્ટ ડિઝ્નીના વંશજ અને હયાત હોટલ ચેનના માલિકનો સમાવેશ થાય છે. આ સમુહે કહ્યું કે અમેરિકાની અમારી સંપત્તિ પર વધુ ટેક્સ લગાવવો એક નૈતિક, સૈદ્ધાંતિક અને આર્થિક જવાબદારી બને છે.
આ લોકોએ કહ્યું કે, અગાઉ અબજોપતિ રોકાણકાર વોરેન બફેટે કહ્યું હતું કે, તેમના પર તેમના સચિવ કરતા પણ ઓછા દરે ટેક્સ વસૂલવામાં આવે છે. આ જૂથે કહ્યું કે, વેલ્થ ટેક્સથી જળવાયુ સંકટનો ઉકેલ મેળવી શકાય છે. અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય વ્યવસ્થાને સુધારી શકાય છે. સાથે જ પર્યાપ્ત અવસરો પેદા કરી શકાય છે. આનાથી અમારી લોકતાંત્રિક આઝાદી પણ મજબૂત થશે. વેલ્થ ટેક્સ લગાવવો આપણા ગણતંત્ર માટે લાભદાયક છે.