લંડનઃ આ ઘટનાને વિશ્વના સમસ્યાગ્રસ્ત દેશોમાંથી સારા ગણાતાં દેશોમાં પલાયન કરી રહેલાં લોકોની દુર્દાન્ત અવદશા તરીકે પણ જોવાઈ રહી છે રવિવારના લંડનમાં ઉડી રહેલા કેન્યા એરવેઝના પ્લેનમાંથી પડી જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ડેડબોડી જ્યારે એક ઘરના ગાર્ડનમાં પડી તો ત્યાં રહેલો ઘરનો માલિક હતપ્રભ બની ગયો હતો.
(પ્રતિકાત્મક તસવીર)
આ વ્યક્તિ પ્રવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે કેન્યા એરવેઝના પ્લેનના લેંડિંગ ગેર કમ્પાર્ટમેન્ટમાં છુપાઈને બેસી ગયો હતો. મોટાભાગે માઈગ્રન્ટ કોઈ દેશ સુધી પહોંચવા માટે પ્લેનમાં છુપાઈ જાય છે. જ્યારે કેન્યા એરવેઝનું 787 વિમાન હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ માટે નીચે આવી રહ્યું હતું, તે સમયે આ વ્યક્તિ પ્લેનમાંથી નીચે પડી ગયો.
પોલીસ અનુસાર, પ્લેન જ્યારે હીથ્રો એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારબાદ લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાંથી એક બેગ, પાણી અને કેટલીક ખાવાપીવાની વસ્તુઓ મળી આવી. આ વ્યક્તિ 3500 ફૂટની ઉંચાઈથી એક ઘરના બગીચામાં આવીને પડ્યો. બગીચામાં બેઠેલો ઘરનો માલિક 3 ફૂટ દૂર પડેલી લાશને જોઈને ડરી ગયો.
(પ્રતિકાત્મક તસવીર)
મકાન માલિકના મિત્રએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે ભાગ્યશાળી હતો કે શબ તેના પર આવીને ન પડ્યું, નહીતો તેનો પણ જીવ જઈ શકતો હતો. પોતાના બગીચામાં બેઠેલા વ્યક્તિએ જણાવ્યું કે શબ એટલી જોરથી નીચે પડ્યું બગીચામાં તીરાડ પડી ગઈ. આ વ્યક્તિના મિત્રએ કહ્યું કે, હું દુર્ઘટના સમયે ઘરની અંદર આરામ કરી રહ્યો હતો અને જોરથી અવાજ આવવા પર તે ઉંઘમાંથી ઉઠ્યો. તેમણે કહ્યું મારા મિત્રથી માત્ર એક મીટર દૂર જ બોડી પડી અને તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકી હતી. મારો મિત્ર ગભરાઈ ગયો હતો.
નૈરોબીથી ઉડાન ભરનારા કેન્યા એરવેઝની ફ્લાઈટ રવિવારના રોજ બપોરના આશરે 3:30 વાગ્યે ઘર પરથી પસાર થઈ. અને તે જ જગ્યાએ ફ્લાઈટ હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ માટે 3500 ફૂટની ઉંચાઈથી 200mph ની સ્પીડથી વળી.
જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ વ્યક્તિનું મોત જમીન પર પડતાં પહેલા થયું હતું કે પછી જમીન પર પટકાયા બાદ થયું. જો તે વ્યક્તિ પડ્યાં પહેલા જીવિત હતો તો તેને 60C ના તાપમાનમાં ઓક્સિજનની કમી સામે ઝઝૂમતા ઓછામાં ઓછા 9 કલાક વિતાવવા પડ્યા હશે.
એક સૂત્રએ જણાવ્યું કે ખૂબ ઓછા એવા મામલાઓ થયાં છે કે જ્યારે ફ્લાઈટના લેંડિંગ ગીયરમાં છુપાઈને જનારા લોકો જીવિત બચી જતાં હોય. ઘણીવાર ઓક્સિજનના ઘટાડાના કારણે લોકો બેભાન થઈ જાય છે અને જ્યારે પ્લેન નીચે આવે છે ત્યારે તેઓ પડી જાય છે.