અંકારા: તુર્કીએ દેશના પૂર્વી વિસ્તારમાં મોટાપાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી શરુ કરી છે. તુર્કીના આંતરિક મામલાના મંત્રાલયે આ જાણકારી આપી. મંત્રાલયે એક લેખિત નિવેદનમાં કહ્યું કે, વિશેષ પોલીસ દળ અને જેન્ડરમેરી કમાન્ડો સહિત કુલ 2250 સૈન્યના જવાનો ટન્સેલી વિસ્તારમાં ચલાવવામાં આવી રહેલા અભિયાનનો હિસ્સો છે.
સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, ઓપરેશનનું નામ ‘કિરન 7 ઓપરેશન ઓફ મુંજુર વૈલી’ છે. જેનું લક્ષ્ય આ વિસ્તારમાં કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે)ના સભ્યોને નિશાન બનાવવાનું છે અને આગામી ઠંડીની ઋતુમાં સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવાનો છે.
પીકેકે, જે 30 વર્ષથી વધુ સમયથી તુર્કીની સરકાર સામે લડી રહી છે. પીકેકે ને તુર્કી, અમેરિકા અને યૂરોપીય સંઘ દ્વારા આતંકવાદી સંગઠનના રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવી છે.