પાકિસ્તાન: ઇમરાન ખાનને ગેરલાયક ઠેરવવા અદાલતમાં ધા

લાહોરઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પર “ન્યાયતંત્રની વિરુદ્ધ” ટિપ્પણી કરવાનો આરોપ લગાવવા માટે પાકિસ્તાની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. વડા પ્રધાન ઇમરાન ખાને કટ્ટર હરીફ અને દેશના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની સારવાર માટે લંડન જવા માટે રવાના કર્યા પછી એક ટિપ્પણી કરી હતી. પાકિસ્તાની નાગરિક તાહિર મસૂદે શનિવારે લાહોર હાઇકોર્ટમાં આ અરજી કરી હતી.

અરજીમાં ન્યાયતંત્રની નિંદા કરવા માટે ખાન વિરુદ્ધના અવમાનના કેસ ચલાવવાનો આગ્રહ કરાયો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે વડા પ્રધાને ટોચની અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની આલોચના કરી છે, જે કોર્ટના તિરસ્કાર હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની ટોચની અદાલતે વર્ષ 2013માં ખાનને ન્યાયતંત્ર સામેની ટિપ્પણી માટે નોટિસ ફટકારી હતી.

પીએમએલ-એન નેતાઓ તલાલ ચૌધરી અને નિહાલ હાશ્મીને સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાય વિરોધી ભાષણો માટે દોષિત ઠરાવવાના નિર્ણયને ટાંકીને ફરિયાદીએ કહ્યું હતું કે ખાનને વ્યક્તિગત રૂપે હાજર રહેવા સમન્સ ઇશ્યૂ કરવું જોઇએ, અને ચૂંટણી પંચે તેમને  ગેરલાયક ઠરાવવા જોઈએ. નેશનલ એસેમ્બલીનું તેમનું સભ્યપદ રદ કરવાની સૂચના આપવી જોઇએ.

નોંધપાત્ર કે 69 વર્ષના નવાઝ શરીફને સારવાર માટે વિદેશ જવા દેવા માટે સરકારની 700 કરોડના વળતર બોન્ડ જમા કરવાની તેમની સરકારની શરતને નકારી કાઢવા અંગે ખાને તાજેતરમાં લાહોર હાઇકોર્ટની ટીકા કરી હતી અને મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસા અને તેના અનુગામીને “ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ પુનસ્થાપિત કરવા” કહેવામાં આવ્યું હતું.