નવી દિલ્હીઃ અંતરિક્ષ અનંત છે અને એનું માપ કરવું માનવના હાથમાં નથી, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અંતરીક્ષ વૈજ્ઞાનિકોના નવા જનરેશનના ટેલિસ્કોપ જરૂર બનાવી લીધા છે, જેની મદદથી હવે અંતરીક્ષમાં લાખો વર્ષ દૂર સુધી પહોંચી શકાય છે. વૈજ્ઞાનિકો જણાવતા આવ્યા છે કે અંતરીક્ષમાં એવી અનેક ખગોળીય વસ્તુઓ છે, જે વિશે આપણે બહુ ઓછુ જાણીએ છીએ, એમાંથી એક એસ્ટ્રોઇડ પણ એક છે. એ એવો એક ખગોળીય પિંડ છે, જે સતત અમારા સૌરમંડળમાં ચક્કર મારતો રહે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી એસ્ટ્રોઇડ સતત પૃથ્વીની નજીકથી પસાર થાય છે. હાલમાં કેટલાય એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ પ્રયાણ કરીને નીકળી ચૂક્યા છે. અંતરીક્ષમાં ફરતા ઉલ્કા પિંડ અથવા એસ્ટ્રોઇડ, અંતરીક્ષ એજન્સીઓ અનુસાર પૃથ્વીની ચારે બાજુ ઝળૂંબતું જોખમ છે. એને લઘુ અથવા નાના ગ્રહ પણ કહેવામાં આવે છે. સ્પેસ એજન્સી નાસાએ ફરી એક મોટા એસ્ટ્રોઇડને પૃથ્વી તરફ આવવાની સૂચના જારી કરી છે.
અંતરીક્ષ એજન્સી નાસાએ 509 ફૂટના એક મહાકાય ઉલ્કા પિંડને પૃથ્વી તરફ આવી રહ્યાની ચેતવણી ઉચ્ચારી છે. એ એસ્ટ્રોઇડ 14 માર્ચ, 2023 એટલે કે બે દિવસ પછી પૃથ્વીની સૌથી નજીક હશે. એ ઉલ્કા પિંડ જ્યારે પૃથ્વી જ્યારે પૃથ્વીની સૌથી નજીક હશે, ત્યારે એનું અંતર 24,50,000 કિલોમીટર હશે. એ એસ્ટ્રોઇડ એક મોટું બિલ્ડિંગના કદનું છે. એ ઉલ્કા પિંડની ઝડપ 25,000થી 40,000 કિલોમીટર પ્રતિ કલાક રહે છે, પણ એની સ્પીડ હાલ 50,000 કિલોટમીટર પ્રતિ કલાકથી વધુની છે.
નાસાએ કહ્યું હતું કે જો એસ્ટ્રોઇડ પૃથ્વીથી અથડાશે તો એ પૃથ્વીના મોટા હિસ્સાને નુકસાન પહોંચાડી શકે છે.