ન્યૂ યોર્ક- અમેરિકામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા માટે ભરતી કરતાં એક યુવકે ટેક્સાસ સંઘીય કોર્ટમાં સ્વીકાર કર્યો છે, કે તેણે આતંકવાદી સંગઠનને મદદ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષાના સહાયક એટોર્ની જનરલ જોન સી. ડેમેર્સે આ વાત કહી હતી.ન્યાય વિભાગે કહ્યું છે કે ફેબ્રુઆરીમાં ધરપકડ કરાયેલ માઈકલ કેલ સેવેલ(18)ને બુધવારે એક વ્યક્તિને લશ્કરમાં સામેલ કરવા માટે ઉત્સાહિત કર્યો હતો, તેવી વાત સ્વીકારી છે. જેની કોર્ટમાં ઓળખ એક કાવતરાંખોર તરીકે થઈ છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર તેને ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(એફબીઆઈ)ના અંડરકવર એજન્ટ અને ખુદને જેહાદી બતાવીને આતંકવાદી ભરતીમાં સામેલ થતાં એક કર્મચારીને પકડ્યો હતો.
સેવેલે અંડરકવર કર્મીને ખુદને અકેલા ભેડિયા અને તૌહીદ કા અકેલા શેર બતાવ્યો હતો. સેવેલે એ વાતનો સ્વીકાર કર્યા બાદ તે હવે દોષી બની ગયો છે. અહીં અદાલતોમાં અપરાધ સ્વીકાર કરનારને દોષી યાચિકા કહેવાય છે. ન્યૂ યોર્કના જેએફકે એરપોર્ટ પર ધરપકડ થયેલ એક અન્ય વ્યક્તિ જીસસ વિલફ્રેડો એનકાર્નેસિયન(29) પર લશ્કરની મદદ કરવાનો કારસો રચવાનો આરોપ છે. જીસસ ફેબ્રુઆરીમાં લશ્કરમાં સામેલ થવા માટે વિમાનમાં ચઢવા જઈરહ્યો હતો, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.