ટ્રેડ વોર: ટ્રમ્પની ધમકી પર ચીનનો પલટવાર, કહ્યું જવાબી કાર્યવાહી માટે તૈયાર

પેઈચિંગ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ચીને પલટવાર કર્યો છે. ચીનના પલટવાર પછી હવે બંન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર વધવાની લગભગ નક્કી છે. ટ્રમ્પે ચીનને 200 અબજ ડોલરના ચીની સામાનની આયાત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. હવે ચીને પણ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તમને જણાવી દઈએ કે, બંન્ને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોમાં તણાવ ખત્મ કરવા માટે આયોજિત થનારી 11મી મહત્વની બેઠક એક બે દિવસમાં યોજાય તેવી સંભાવના છે. વિશ્વભરની નજર આ બેઠક પર રહેલી છે.

ચીનના નાયબવડાપ્રધાન લિયુ હે અને અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટાઈઝર અને અમેરિકાના નાણાંપ્રધાન સ્ટીવ મેનુચિન વચ્ચે વોશિગ્ટનમાં 9-10 મેના રોજ ચર્ચા થશે. આ ચર્ચા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીનના 200 અબજ ડોલરની કિંમતોના ઉત્પાદનો પર ટેરિફ 10 ટકા વધારીને 25 ટકા કરી દેશે.

ચીનના વાણિજ્ય મંત્રાલયએ અમેરિકાના આ પગલા પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, જો આવુ થશે તો તે પણ જવાબી પગલા ભરશે. મંત્રાલયે કહ્યું કે, ચીન આ મુદ્દે દુ:ખ વ્યક્ત કરે છે અને અમેરિકાના ટેરિફ વધારા સંબંધી પગલા ભરવા બાદ તે પણ જવાબી કાર્યવાહી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]