નવી દિલ્હીઃ ભારતે ચંદ્રયાનને-2 ને ચંદ્ર પર પહોંચાડવાનો એક ઐતિહાસિક પ્રયાસ કર્યો. પરંતુ પ્રયોગ એક એવી વસ્તુ છે કે જેમાં સફળતા મળે પણ ખરી, અને ન પણ મળે. ચંદ્રયાન ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતું ત્યાં જ તેનો સંપર્ક તૂટી ગયો. આ મિશન કોઈ સામાન્ય મિશન નહોતું, પરંતુ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મિશન હતું, મિશન અનુસાર ચંદ્રયાન-2 ને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું હતું. આ ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ ખૂબ ઓછા પ્રમાણમાં પહોંચે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે પ્રયત્નો કરતા રહીશું એવું કહીને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા છે અને સાથે જ આશ્વાસન પણ આપ્યું છે.
પરંતુ આ મામલે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના એક મંત્રી પોતાનો મીજાજ અને મર્યાદા ગુમાવી બેઠા. તેમણે કહ્યું કે તમને જે કામ નથી આવડતું તેની સાથે પંગો ન લેવાય, ડિયર ઈન્ડિયા. સૌથી મોટી વાત એ છે કે મહાશયે એટલી જલ્દીમાં ટ્વીટ કરી દીધું હતું કે ઈન્ડિયાને એંડિયા લખી નાંખ્યું. આ મહાશય પાકિસ્તાન સરકારના એક મંત્રી છે, જેમનું નામ ફવાદ ચોધરી છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના આ પ્રધાનની ખૂબ મજાક કરવામાં આવી અને આબરુ ગઈ એ તો અલગ. પરંતુ છતા આ વ્યક્તિની બેશરમી આટલેથી જ ન અટકી.
પાકિસ્તાનના નાપાક. પ્રધાન આટલેથી જ અટક્યા, અને વડાપ્રધાન મોદી જે સમયે ઈસરોના ચેરમેન પી. સિવન અને તેમની ટીમનો જુસ્સો વધારી રહ્યા હતા, તે જ સમયે પાકિસ્તાનના આ મંત્રીએ એક અન્ય ટ્વીટ કર્યું અને લખ્યું કે મોદીજી સેટેલાઈટ કમ્યુનિકેશન પર એવી રીતે ભાષણ આપી રહ્યા છે, કે જાણે કે તેઓ રાજનેતાની જગ્યાએ અંતરિક્ષ યાત્રી હોય.
વર્ષ 1961માં પાકિસ્તાને પોતાનું પાકિસ્તાન સ્પેસ એન્ડ એટમોસ્ફિયર રિસર્ચ કમિશન બનાવ્યું, જ્યારે ભારતે તેના આઠ વર્ષ બાદ 199માં ઈસરો બનાવ્યું. પાકિસ્તાને પોતાનું પ્રથમ સેટેલાઈટ 1990માં છોડ્યું અને તે પણ બીજા દેશની મદદથી, પરંતુ ભારતે તો ઈસરો બનાવ્યું અને 6 વર્ષની અંદર જ 1975 માં પોતાનું પ્રથમ સેટેલાઈટ આર્યભટ્ટ અંતરિક્ષમાં મોકલી દીધું.
જ્યાં ભારતે હંમેશા જ વૈજ્ઞાનિકોને સન્માન અને પ્રાથમિકતા આપી અને ઈસરોના પ્રમુખ કોઈ મહાન વૈજ્ઞાનિક બનતા રહ્યા છે. તો પાકિસ્તાન પોતાના સ્પેસ કમિશનના મુખીયા સેનાના અધિકારીઓને જ બનાવતા રહ્યું છે. હવે જે દેશનું અંતરિક્ષ વિજ્ઞાન પર આતંકવાદીઓથી ભરેલી ફોજનું મહોતાજ હોય, તેનું કંઈ જ ન થઈ શકે. ઈસરોએ અંતરિક્ષનો પરિચય ભારતને કરાવી દીધો. પરંતુ પાકિસ્તાન છે કે આતંકવાદથી પોતાનો પરિચય છોડવા તૈયાર નથી.