દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે, અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. અદાણી દ્વારા 2 મહિનામાં CNGના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામા આવ્યો છે. 5 જૂનથી 1 ઓગસ્ટ સુધી 6 વખત ભાવ વધારો ઝીંકાતા રિક્ષા ચાલકોની સ્થિતિ બની કફોડી બની છે.
અદાણી CNGના ભાવમાં ફરી વધારો
મોઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે દિવસેને દિવસે રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આજે ફરી વધુ એક વાર અદાણી ગેસે CNGના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારા સાથે CNGનો એક કિલોનો ભાવ 75.99 રૂપિયા થયો છે.
CNG 75 પૈસા મોંઘુ થયું
અદાણી ગ્રૂપ સતત CNG ના ભાવમાં વધારો ઝીંકી રહ્યું છે. અદાણી દ્વારા આજે ફરી CNG ના ભાવમાં 15 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.આમ સતત ચાર વખત ભાવ વધારાથી CNG 75 પૈસા મોંઘુ થઈ ગયું છે.
રીક્ષા ચાલકોની હાલ બની કફોડી
અદાણી CNGના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોને અસર થશે. છેલ્લા 2 મહિનાથી અદાણીએ CNGના ભાવમાં સતત વધારો ઝીંક્યો છે. ત્યારે ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.