સ્વતંત્રતા પર્વ પહેલાં ભારતીય કોસ્ટ ગાર્ડના અનેક કાર્યક્રમો

ગાંધીનગર: ભારતીય કોસ્ટ ગાર્ડ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓ “હર ઘર તિરંગા” અને “એક પેડ મા કે નામ” અભિયાનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. 13મી અને 14મી ઓગસ્ટ 2024ના રોજ ICG પ્રાદેશિક મુખ્યાલય દ્વારા ગાંધીનગરમાં વોકાથોન અને બાઈક રેલીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ICG નોર્થ વેસ્ટ રિજીયનમાં ICG યુનિટો દ્વારા જખાઉં, મુન્દ્રા, વાડીનાર, ઓખા, પોરબંદર, વેરાવળ, પીપાવાવ, સુરત ખાતે બાઇક રેલી, ધ્વજ વિતરણ, વૃક્ષારોપણ, ધ્વજવંદન વગેરે કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

13 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદમાં ત્રિરંગા પરેડમાં પણ ભાગ લીધો હતો. એરફોર્સની ટુકડીએ કાર્યક્રમમાં માર્ચ-પાસ્ટ દ્વારા ઉત્સાહ દર્શાવ્યો હતો. કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન હતા.