ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું. ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરતા અણનમ સદી ફટકારી હતી. જ્યારે દીપક હુડ્ડાએ 4 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને 2 વિકેટ મળી હતી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ચોથી વખત આ જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ન્યુઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ માત્ર 126 રન જ બનાવી શક્યા હતા. ટીમ માટે કેન વિલિયમસને અડધી સદી ફટકારી હતી. તે 61 રન બનાવીને આઉટ થયો હતો.
A convincing victory for #TeamIndia as they beat New Zealand by 65 runs with 7 deliveries to spare.
India lead the series 1-0.
Scorecard – https://t.co/mIKkpD4WmZ #NZvIND pic.twitter.com/BQXGGGgbx5
— BCCI (@BCCI) November 20, 2022
ન્યૂઝીલેન્ડની ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
ન્યુઝીલેન્ડ તરફથી ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કોનવેએ 22 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. ગ્લેન ફિલિપ્સ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ડેરીલ મિશેલ 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેમ્સ નીશમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને ચહલે આઉટ કર્યો હતો. સેન્ટનર માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. કેન વિલિયમસને કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 52 બોલનો સામનો કરીને 61 રન બનાવ્યા હતા. વિલિયમસને 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. એડમ મિલ્ને 6 રન બનાવીને આઉટ થયો હતો. ઈશ સોઢી 1 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે આખી ટીમ 126 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
Deepak Hooda is our Top Performer from the second innings for his brilliant bowling figures of 4/10 in 2.5 overs.
A look at his bowling summary here 👇👇#NZvIND pic.twitter.com/DiKpeIFyOn
— BCCI (@BCCI) November 20, 2022
હુડ્ડાએ ખતરનાક બોલિંગ કરી હતી
દીપક હુડ્ડાએ ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 2.5 ઓવરમાં માત્ર 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં માત્ર 12 રન આપીને એક વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને એક પણ વિકેટ મળી ન હતી. તેણે 3 ઓવરમાં 29 રન આપ્યા હતા.
સૂર્યાએ અણનમ સદી ફટકારી હતી
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. તેણે માત્ર 51 બોલનો સામનો કરીને અણનમ 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમારની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા 13-13 રન બનાવીને આઉટ થયા હતા. રિષભ પંત 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
A well deserved Player of the Match award for @surya_14kumar as #TeamIndia win by 65 runs in the 2nd T20I 👏👏
Scorecard – https://t.co/OvmynDiyd8 #NZvIND pic.twitter.com/TuYSRsIIgQ
— BCCI (@BCCI) November 20, 2022
ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી
ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. તેણે 2 વિકેટ પણ લીધી હતી. ઈશ સોઢીએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલરને વિકેટ મળી નથી.