ગુવાહાટીના મેદાન પર ક્રિકેટ ઇતિહાસનો એક અદ્ભુત અને અવિસ્મરણીય મુકાબલો જોવા મળ્યો હતો. વેસ્ટઇન્ડીઝે મૂકેલા 405 રનના વિશાળ સ્કોર સામે ભારતીય ટીમે માત્ર 43.3 ઓવરમાં 406/2 રન બનાવી 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતે 3 મેચોની વનડે સિરીઝમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. વિશ્વ ક્રિકેટમાં 400+ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો આ માત્ર બીજો પ્રસંગ છે. અગાઉ 2006 માં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 438 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ધરતી પર આ અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રનચેઝ બની ગયો છે.

શુભમન ગિલની 117 બોલમાં સૌથી ઝડપી બેવડી સદી
ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ગુવાહાટીમાં એવી વિસ્ફોટક ઇનિંગ રમી જે વનડે ક્રિકેટની રેકોર્ડ બુકમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે. ગિલે માત્ર 117 બોલમાં પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી, જે 50 ઓવરના વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી ‘ડબલ સેન્ચુરી’ છે. તેમણે ઇશાન કિશનનો 126 બોલનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલે કુલ 133 બોલનો સામનો કરતા 26 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે માત્ર 62 બોલમાં પોતાની વનડે કરિયરની 11 મી સદી પણ પૂરી કરી હતી.

રોહિત શર્માના 12,000 વનડે રન અને 101 રનની ઈનિંગ
બીજા છેડેથી અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ પોતાના ટ્રેડમાર્ક સ્ટાઇલમાં ફટકાબાજી કરી હતી. રોહિતે 75 બોલમાં 101 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં પોતાના 12,000 રન પણ પૂરા કર્યા હતા. તેઓ આ સિદ્ધિ મેળવનારા વિશ્વના સાતમા અને સચિન તેંડુલકર તથા વિરાટ કોહલી પછી ત્રીજા ભારતીય બેટ્સમેન બન્યા છે.
4️⃣0️⃣6️⃣ reasons to NEVER count this team out 💙🫡
Watch the Highlights ▶️ https://t.co/em3SzwX98T#TeamIndia | #INDvWI | @mflone_ pic.twitter.com/jpMTZScNi6
— BCCI (@BCCI) September 30, 2026
255 રનની રેકોર્ડબ્રેક ઓપનિંગ ભાગીદારી
ગિલ અને રોહિતની જોડીએ વિન્ડીઝના બોલરો પર શરૂઆતથી જ આક્રમણ કરી દીધું હતું. ભારતે 12 ઓવરમાં જ 100 રન પાર કરી લીધા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 255 રનની ભાગીદારી થઈ હતી, જે 350 થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે વનડે ઇતિહાસની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ બની ગઈ છે. ભારતીય વનડે ઇતિહાસમાં ઓપનિંગ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે.
Simply 2️⃣ G0️⃣0️⃣D 🤌
Captain @ShubmanGill was at his absolute best tonight in Guwahati 💙💯💯
Relive his knock ▶️ https://t.co/erDe5T7xvQ#TeamIndia | #INDvWI | @mflone_ pic.twitter.com/EXpqaKuuCt
— BCCI (@BCCI) September 30, 2026
વેસ્ટઇન્ડીઝના 3 બેટ્સમેનોની સદી છતાં પરાજય
આ અગાઉ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઇન્ડીઝે 50 ઓવરમાં 405/7 નો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. વિન્ડીઝ તરફથી જોન કેમ્પબેલે 68 બોલમાં 101, શાઈ હોપે 94 બોલમાં 104 અને આમિર જંગુએ 77 બોલમાં 114 રન ફટકાર્યા હતા. વનડે ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે વિન્ડીઝના 3 બેટ્સમેનોએ એક જ મેચમાં સદી ફટકારી હોય.
They don’t call him the Hitman for nothing 😎💯
Relive his knock ▶️ https://t.co/lSru2en7h1#TeamIndia | #INDvWI | @mflone_ pic.twitter.com/9zsYyJ2Fcg
— BCCI (@BCCI) September 30, 2026
બોલિંગમાં સવાલો, પરંતુ કુલદીપના 200 વનડે વિકેટ પૂરા
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ગેરહાજરીમાં ભારતીય યુવા બોલિંગ આક્રમણ ઘણું મોંઘું સાબિત થયું હતું. પદાર્પણ કરી રહેલા આકિબ નબીએ 8.5 ઓવરમાં 84 રન આપ્યા હતા, જે ભારતીય વનડે ડેબ્યૂમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ છે. જોકે, સ્પિનર કુલદીપ યાદવે 2/65 ની બોલિંગ સાથે વનડે ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી. રવીન્દ્ર જાડેજાએ પણ 2/75 વિકેટ ઝડપી હતી.
વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી (Fastest ODI Double Centuries)
| બોલ | ખેલાડી | સામે ટીમ | સ્થળ | વર્ષ |
| 117 | શુભમન ગિલ | વેસ્ટઇન્ડીઝ | ગુવાહાટી | 2026 |
| 126 | ઇશાન કિશન | બાંગ્લાદેશ | ચટગાંવ | 2022 |
| 128 | ગ્લેન મેક્સવેલ | અફઘાનિસ્તાન | વાનખેડે | 2023 |
| 136 | પથુમ નિસાંકા | અફઘાનિસ્તાન | પલ્લેકેલે | 2024 |
| 138 | ક્રિસ ગેલ | ઝિમ્બાબ્વે | કેનબેરા | 2015 |
ભારતમાં સફળતાપૂર્વક ચેઝ થયેલા સૌથી મોટા વનડે ટાર્ગેટ (Highest Successful ODI Chases in India)
| નંબર | ટીમ | સ્કોર | ઓવર | ટાર્ગેટ | વિરોધી ટીમ | વર્ષ | મેદાન |
| 1 | ભારત | 406/2 | 43.3 | 405 | વેસ્ટઇન્ડીઝ | 2026 | ગુવાહાટી |
| 2 | ભારત | 362/1 | 43.3 | 360 | ઓસ્ટ્રેલિયા | 2013 | જયપુર |
| 3 | સાઉથ આફ્રિકા | 362/6 | 49.2 | 360 | ભારત | 2025 | રાયપુર |
| 4 | ઓસ્ટ્રેલિયા | 359/6 | 47.5 | 359 | ભારત | 2019 | મોહાલી |
| 5 | ભારત | 356/7 | 48.1 | 351 | ઇંગ્લેન્ડ | 2017 |




