IND vs WI: આજે ચોથી T20 મેચ, ભારત માટે કરો યા મરોનો મુકાબલો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી મેચ આજે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોથી ઓછી નથી, કારણ કે જો ભારતીય ટીમ આજે હારી જશે તો તે પાંચ મેચોની સીરિઝ હારી જશે. આવી સ્થિતિમાં, હાર્દિક પંડ્યાની ટીમ આ મેચ જીતીને શ્રેણી 2-2થી બરાબરી પર લાવવા માંગે છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની નજર આજે જ સિરીઝ પર રહેશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા સાત વર્ષથી ભારત સામે ટી-20 શ્રેણી જીતી શકી નથી. કેરેબિયન ટીમે છેલ્લી વખત 2016માં ટીમ ઈન્ડિયા સામે ટી-20 સિરીઝ જીતી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 18 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 9 મેચ જીતી છે. જોકે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.


મેચમાં કોનો હાથ ઉપર છે?

કાગળ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમ યુવા ભારતીય ટીમની સામે ઘણી મજબૂત દેખાઈ રહી છે. અત્યાર સુધી મેચ વેસ્ટ ઈન્ડિઝની ધીમી પીચ પર રમાતી હતી, પરંતુ હવે મેચ અમેરિકાના ફ્લોરિડામાં છે. અહીંની પીચ રન બનાવવા માટે જાણીતી છે. આવી સ્થિતિમાં આજે આપણને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન

બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, જોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારીયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકકોય.