રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે નેપાળને હરાવ્યું છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ટીમ ઈન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. વરસાદ બાદ ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ મેચ જીતવા માટે 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે 20.1 ઓવરમાં 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
A clinical performance with the bat from #TeamIndia! 👌 👌
Captain Rohit Sharma & Shubman Gill scored cracking unbeaten fifties to seal India’s 1⃣0⃣-wicket win (via DLS) over Nepal 🙌 🙌
Scorecard ▶️ https://t.co/i1KYESEMV1 #AsiaCup2023 | #INDvNEP pic.twitter.com/iOEwQQ26DW
— BCCI (@BCCI) September 4, 2023
રોહિત શર્મા અને શુભમન ગિલ ચમક્યા
ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે શુભમન ગીલે 62 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેપાળ તરફથી વિકેટકીપર બેટ્સમેન આસિફ શેખે સૌથી વધુ રન બનાવ્યા હતા. આસિફ શેખે 97 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. સોમપાલ કામીએ 56 બોલમાં 48 રન બનાવ્યા હતા. કુશલ ભુર્તેલે 25 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય નેપાળના મોટાભાગના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.
7⃣4⃣* Runs
5⃣9⃣ Balls
6⃣ Fours
5⃣ SixesCaptain Rohit Sharma led from the front & bagged the Player of the Match award as #TeamIndia beat Nepal to seal a place in the Super 4s of #AsiaCup23 👏 👏 #INDvNEP
Scorecard ▶️ https://t.co/i1KYESEMV1 pic.twitter.com/IBa0KFg9pT
— BCCI (@BCCI) September 4, 2023
ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી. એશિયા કપ 2023ની છેલ્લી લીગ મેચ 5 સપ્ટેમ્બરે રમાશે. તે જ સમયે, 6 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડ રમાશે. જ્યારે ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.