IND Vs AUS: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં છે. પ્રથમ બે T20 જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા આજે ત્રીજી મેચ જીતીને સિરીઝ પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. કાંગારૂઓની નજર શ્રેણીને જીવંત રાખવા પર હશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

અવેશ ખાનને તક મળી

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન – યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ઓસ્ટ્રેલિયાએ 4 ફેરફાર કર્યા 

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન – ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા અને કેન રિચર્ડસન.