નવી દિલ્હીઃ વર્ષ 2024માં નવેમ્બર સુધી સોનાને વૈશ્વિક સ્તરે 27 ટકા કરતાં વધુ વળતર આપ્યું છે. જે છેલ્લાં 10 વર્ષથી વધુ છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ કહે છે, જ્યારે આ વર્ષે ચાંદીએ 23 ટકા કરતાં વધુ વળતર આપ્યું છે.
સોનાએ વર્ષ 2024માં 27 ટકા વધુ વધારો નોંધાવ્યો છે, જે 2010 પછી એનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ વધારો ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં કાપ, જિયોપોલિટિકલ જોખમ, મોંઘવારીથી બચવાની સોનાની માગને કારણે ભાવવધારો થયો હતો. નિષ્ણાતોના જણાવ્યાનુસાર આ વર્ષે સોનાને રેકોર્ડ તોડ્યો છે અને કુલ માગ 100 અબજ ડોલરને પાર થઈ છે. મધ્યસ્થ બેન્કોએ મોટી ભૂમિકા નિભાવી છે, જેમાં રિઝર્વ બેન્કે પણ સોનાની ખરીદી પાંચ ગણી વધારી છે.
છેલ્લાં 11 વર્ષોમાં સોનું અઢી ગણાથી પણ વધુ મોંઘું થયું છે. જાન્યુઆરી, 2014માં જે સોનું રૂ. 29,462 હતું, એ ઓક્ટોબર, 2024માં રૂ. 82,000ની નજીક પહોંચ્યું હતું.