ધનબાદઃ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના 53મા સ્થાપના દિવસ નિમિત્તે ગોલ્ફ ગ્રાઉન્ડમાં આયોજિત સભામાં CM હેમંત સોરેન અને તેમનાં પત્ની તથા ગાંડેયનાં ધારાસભ્ય કલ્પના સોરેને કેન્દ્ર સરકાર પર સીધો હુમલો કર્યો હતો. CM સોરેને કહ્યું હતું કે કેન્દ્ર સરકારથી અમારે રૂ. 1.36 લાખ કરોડનાં લેણાં બાકી છે અને એ અમે લઈને રહીશું.
અમે કેન્દ્રને પત્ર પણ લખ્યો છે ને સંદેશ પણ મોકલ્યો છે. જો અમને અમારા અધિકારો નહીં અપાય તો અમે કેન્દ્ર સરકાર સાથે કાયદાકીય લડાઈ લડીશું, એટલું જ નહીં, કોલસાની ખાણોને પણ ઠપ કરી દઈશું. એનાથી દેશ અંધકારમાં ડૂબી જશે. ઝારખંડ હવે કેન્દ્ર સરકારના સાવકી માતા જેવું વર્તન સહન કરશે નહીં, એમ તેમણે કહ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે હાલ થોડા દિવસો પહેલાં કેન્દ્રીય કોલસા મંત્રી ઝારખંડ આવ્યા હતા. કોલસા મંત્રીએ કહ્યું હતું કે ઝારખંડમાં જમીનનો ભાવ વધુ છે, જેમાં ઘટાડો કરવો જોઈએ. અમે તેમને જવાબ આપ્યો કે જમીન અમારી છે અને જમીનના દર અમને જે જોઈએ તે માગીશું. કોલસા કંપનીઓએ જે ખાણોમાંથી ખાણકામ બંધ કર્યું છે તે ખાણોની જમીન માલિકોને પરત કરી દેવી જોઈએ. જો આમ નહીં થાય તો અમે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું.’
धनबाद में झामुमो के 53वें स्थापना दिवस कार्यक्रम के अवसर पर संबोधन… pic.twitter.com/ADGaUaDuts
— Hemant Soren (@HemantSorenJMM) February 4, 2025
તેમણે બજેટમાં ઝારખંડની ઉપેક્ષા કરવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ‘જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં પણ ઝારખંડને કંઈ મળ્યું નથી. મનરેગાની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 50 લાખ કરોડના બજેટમાં કેન્દ્ર સરકારને 12 લાખ કરોડ રૂપિયા વ્યાજ પેટે પરત કરવાના છે, એમ તેમણે કહ્યું હતું.
સોરેન સરકારના મંત્રી હફિઝુલ હસને પણ ટિપ્પણી કરી હતી કે કોલસાના પ્રદેશમાં ખોદકામ કરતી આઉટસોર્સિંગ કંપનીઓ કોલસાને લૂંટી રહી છે. સ્થાનિકોને રોજગારી મળી રહી નથી. અન્ય રાજ્યોના લોકો કામ કરી રહ્યા છે અને ઝારખંડના માલિક બની રહ્યા છે. જ્યારે અહીંના વાસ્તવિક માલિકો આદિવાસીઓ, વતની અને ખતિયાણી લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.‘We will bring darkness to the country’, Hemant Soren
Jharkhand CM, Hemant Soren, Threatened, Darkness, Outstanding Dues, Government,
53rd Foundation Day, Jharkhand Mukti Morcha, MLA Kalpana Soren, Coal Mines, closed,
Chitralekha, Gujarati News, Latest Gujarati News Online, gujarati news paper, Ahmedabad, Mumbai, India