દેશમાં HMPV વાયરસનો દર ઝડપથી વધી રહ્યો છે. હવે આસામના ગુવાહાટીમાં HMPVનો બીજો કેસ મળી આવ્યો છે. ગુવાહાટીમાં એક 75 વર્ષીય મહિલાને હ્યુમન મેટાપ્યુનો વાયરસ (HMPV) ચેપ લાગ્યો છે, જે આ સિઝનમાં આસામમાં આવો બીજો કેસ છે. આરોગ્ય સુવિધાના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેસ વિશે માહિતી આપતાં અધિકારીએ વધુમાં જણાવ્યું કે મહિલાને આઇસોલેશનમાં રાખવામાં આવી છે અને તેની હાલત સ્થિર છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ કેસ વિશે વધુ વિગતો આપતાં, હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મહિલાને થોડા દિવસ પહેલા અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને નિયમિત તપાસ દરમિયાન HMPV ચેપ મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં રાજ્યમાં HMPV ચેપથી પીડિત પ્રથમ બાળક 10 મહિનાનું બાળક હતું. લખીમપુરના રહેવાસી આ બાળકની સારવાર આ મહિનાની શરૂઆતમાં ડિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (AMCH) કરવામાં આવી હતી.
HMP વાયરસના લક્ષણો શું છે?
હ્યુમન મેટાપ્યુનોવાયરસ એ ઘણા શ્વસન વાયરસમાંથી એક છે જે તમામ ઉંમરના લોકોમાં ચેપનું કારણ બની શકે છે, ખાસ કરીને શિયાળા અને વસંતઋતુના શરૂઆતના મહિનાઓમાં. સામાન્ય રીતે વાયરસનો ચેપ ખૂબ ગંભીર માનવામાં આવતો નથી અને મોટાભાગના આવા દર્દીઓ પોતાની મેળે સાજા થઈ જાય છે.