આસામમાં HMP વાયરસનો પહેલો કેસ, દેશમાં કુલ 15 કેસ

દેશમાં HMP વાયરસના કેસ સતત નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 15 કેસ નોંધાયા છે. શનિવારે આસામમાં પહેલો કેસ મળી આવ્યો હતો. અહીં 10 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ અંગે માહિતી આપી. ડોક્ટરોનું કહેવું છે કે બાળકની હાલત સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકની સારવાર ડિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (AMCH) ચાલી રહી છે. હવે તેમની હાલત સ્થિર છે. બાળકને ચાર દિવસ પહેલા શરદી સંબંધિત લક્ષણો સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ડોક્ટરે કહ્યું કે આ એક સામાન્ય વાયરસ

હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે લાહૌલ સ્થિત ICMR-RMRC તરફથી પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા બાદ ગઈકાલે HMPV ચેપની પુષ્ટિ થઈ હતી. ઈન્ફલ્યુએન્ઝા અને ફ્લૂ સંબંધિત કેસોના પરીક્ષણ માટે નમૂનાઓ નિયમિતપણે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે આ એક રૂટિન ચેકઅપ હતું. જે દરમિયાન HMPV ચેપ મળી આવ્યો હતો. બાળકની હાલત હવે સ્થિર છે. આ એક સામાન્ય વાયરસ છે, અને ચિંતા કરવાની કોઈ વાત નથી.