ગીરસોમનાથઃ ગુજરાતની દીકરી યોગા ક્વિન ભારતી સોલંકીએ યોગ ક્ષેત્રમાં ફરીથી એકવાર ભારતના નામને દીપાવ્યું છે. ભારતી પોતાના માદરે વતન લાટી પહોંચી ત્યારે ગામજનોએ તેને સહર્ષ વધાવી લીધી અને ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું હતું. આ દીકરી ગીર સોમનાથના સૂત્રાપાડાના નાનકડા એવા લાટી ગામની છે. ભારતીએ ગત 26 અને 27 તારીખના રોજ બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલી એશિયન યોગા કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. આ કોમ્પિટીશનમાં ભારતીએ 4 ગોલ્ડમેડલ જીતી મેદાન માર્યું અને ગીરસોમનાથ અને ગુજરાત સહિત આખા દેશનું નામ રોશન કર્યું છે.
બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન ગેમ્સના અલગ અલગ ઇવેન્ટમાં ગોલ્ડ બ્રોન્ઝ અને સોલ્વર મેડલ મળી કુલ ભારતી સોલંકીએ 4 મેડલ હાંસલ કર્યા છે. જોકે આ પ્રતિયોગિતામાં કુલ 8 દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારત, બાંગ્લાદેશ, હોંકકૉન્ગ, ભૂટાન, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, અને થાઈલેન્ડે ભાગ લીધો હતો, જેમાં ભારતીએ ભારત દેશનું નામ રોશન કરી બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પરિવાર તેમ જ દેશનું નામ રોશન કર્યું છે. જે બાબતનો પરિવાર તેમજ ગામના લોકોને ગર્વ છે.
ભારતી સોલંકી અગાઉ પણ ઇનટરનેશન લેવલ પર યોગા ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી ભારતનું નામ રોશન કરી ચુકી છે. જેમાં બેઇજિંગ, શાંઘાઈ, હોંકૉન્ગ અને મલેશિયામાં પાર્ટિસિપેશન કર્યું છે. જ્યારે 2018માં મલેશિયા ખાતે ચેેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનનો પણ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકી છે. અત્યાર સુધીમાં આશરે 35 જેટલા કુલ મેડલ મેળવી ચૂકી જેમાં 20 ગોલ્ડ મેડલ છે. તો આર્થીક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એકાદ વખત ઇવેન્ટ જતી કરી પરંતુ હાલ જે ઇવેન્ટ યોજાઈ જેમાં વેરાવળની રેયોન કંપનીએ સ્પોન્સર કરતા ભારતી આ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂકી છે.
વધુમાં પરિવારનું માનીએ તો આટઆટલા મેડલો મેળવ્યાં હોવા છતાં આજદિન સુધીમાં 2012માં માત્ર હાલના દેશના વડાપ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન કશું જ પ્રાપ્ત થયું નથી. પરિવાર ઇચ્છી રહ્યું છે કે સરકાર આગળ જતા કંઈક મદદ કરે અથવા બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવવામાં આવે. જેથી ભારત દેશને હજુ અનેક ગોલ્ડમેડલ પ્રાપ્ત કરી આપી શકે.