શક્તિસિંહ ગોહિલને 25 વર્ષનો વકીલાતનો અનુભવ પણ કામે ન લાગ્યો

અમદાવાદ-  વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી ઈલેક્શન પિટિશન મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની હાઈકોર્ટમાં શક્તિસિંહ ગોહિલની જુબાની લેવામાં આવી હતી, શક્તિસિંહે પોતાનું એફિડેવિટ હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું.

તો બીજી તરફ 25 વર્ષનો વકીલાતનો અનુભવ હોવા છતાં પણ શક્તિસિંહ દ્વારા એફિડેવિટમાં છબરડાં હોવાની સામે ફરિયાદકર્તા બળવંતસિંહના વકીલ દેવાંગ વ્યાસે વાંધો ઉઠાવ્યો હતો. જેને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. ત્યારબાદ શક્તિસિંહે એફિડેવિટ પરત ખેંચી હતી અને હવે આવતીકાલે નવી એફિડેવિટ સાથે બપોરે 2.30 કલાકે હાજર રહેવાનું કોર્ટે ફરમાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બળવતસિંહ રાજપુતે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી જેમાં અત્યાર સુધી કોંગ્રેસના નેતા અહેમદ પટેલ,અર્જુન મોઠવાડિયા, પરેશ ધાનાણી અને અમિત ચાવડા સહિત અનેક સાક્ષી ઓના નિવેદન લેવાઈ ગયા છે..