પહેલગામમાં થયેલા નરસંહાર બાદ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યો. આ એર સ્ટ્રાઈકને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું. જે બાદ 7 મેના બુધવારે સવારે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે.
ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, “નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જે પાકિસ્તાન અને પીઓકે બંનેમાં ફેલાયેલું છે.”
કર્નલ સોફિયા કુરેશી કોણ છે ?
કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતના વડોદરાની રહેવાસી છે. એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમણે પુનામાં બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ એક્સરસાઈઝ ફોર્સ 18માં ભારતીય સેનાની ટુકડીની કમાન સંભાળી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. 36 વર્ષિય કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે,
જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે.
સૈનિક તેરીકેની તેમણી કારકિર્દી 1999માં શરૂ થઈ હતી. જ્યારે તેઓ 17 વર્ષની ઉંમરના હતા, ત્યારે તેઓ શોર્ટ સર્વિસ કમીશનમાંથી સેનામાં સામેલ થયા હતા. કર્નલ સોફિયા કુરેશી 2016માં એક્સરસાઈઝ ફોર્સ 18 મિલિટ્રી ડ્રિલનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે બાયોકેમેસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
