રોલ ઓફ ફૂડ-કેમિસ્ટ પર વેબિનારનું આયોજન

અમદાવાદઃ ગણપત યુનિવર્સિટીના સેન્ટર ફોર હેલ્થ એન્ડ એપ્લાઇડ સાયન્સ દ્વારા તાજેતરમાં એક ફૂડ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વેયઝ એન્ડ મીન્સ ટુ વેલ્યુએડિશન ટુ ડિફરન્ટ ફૂડસઃ રોલ ઓફ ફૂડ-કેમિસ્ટ’ વિષય પરના આ વેબિનારમાં ચાર રાજ્યોના 131 જેટલા વિદ્યાર્થીઓ, અભ્યાસુ અને સંશોધકોએ ભાગ લીધો હતો.

આ વેબિનારમાં વિપુલ ફૂડ્સના સ્થાપક અને CEO વિપુલ મંગલ વિશેષ મહેમાન અને નિષ્ણાત તરીકે ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્ર. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 131 જેટલા વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને અભ્યાસુ-સંશોધકોએ આ વેબિનારમાં ઓનલાઇન જોડાઈને આયોજનને સફળ બનાવ્યું હતું.

આ વેબિનારમાં નિષ્ણાત વિપુલ મંગલે ખાસ પ્રકારના પેકેજિંગ અને પ્રિઝર્વેશન દ્વારા ખોરાકને કેવી રીતે લાંબો સમય જાળવી શકાય એ માટેની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ફૂડ ટેક્નોલોજીના ઝડપથી વિકસતા વેપાર ક્ષેત્રમાં કેવી-કેવી તકો ઊભી થઈ રહી છે, એની પણ માહિતી આપી હતી. તેમણે વિદેશની સરખામણીમાં ભારતીય ફૂડ ટેક્નોલોજીનો વિકાસ કેવો અને કેટલો ઝડપી થઈ રહ્યો છે, એ પણ જણાવ્યું હતું.

વેબિનારમાં મુખ્ય યજમાન એવા ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર અને ફાર્મસી ફેકલ્ટીના ડીન પ્રો. ડો. આર. કે. પટેલ પણ સ્વાગત પ્રવચન અને સૌ સહભાગીઓને  વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વેબિનારને અંતે કાર્યક્રમને પ્રશ્નોત્તરી માટે ખુલ્લો મૂકવામાં આવતાં વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓએ સંશોધકોએ પ્રશ્નો પૂછ્યા તેના દરેકના નિષ્ણાત મહેમાન વિપુલ મંગલે અને આર. કે. પટેલે સંતોષકારક જવાબ આપ્યો હતો. વેબિનારનું સંચાલન ડો. પી. .યુ. પટેલે અને રવિન્દ્ર અગ્રવાલે કર્યું હતું.