ગાંધીનગર– વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો ત્રિદિવસીય ઇવેન્ટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. 125 દેશોના પ્રતિનિધિઓ તેમ જ વેપારવિશ્વના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લીડર્સની આગમન સાથે સમગ્ર મહાત્મા મંદિર પરિસર વાયબ્રન્ટ બની ગયું હતું. સમગ્ર પરિસરમાં સખ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ત્રિદિવસીય સમિટ દરમિયાન જાપાન, નેધરલેન્ડ સહિત 15 દેશ પાર્ટનર તરીકે જોડાયાં છે. આ સમિટમાં 5 રાષ્ટ્રના પ્રમુખ તેમ જ 115 દેશના ડેલિગેટ્સ ઉપસ્થિત છે. તો, 26 હજા જેટલી કંપનીઓ ભાગ લઈ રહી હોવાનું જણાવાયું છે. આ સમિટ દરમિયાન લગભગ 25થી 30 હજાર એમઓયુ થશે. આ સમિટની વિશેષતા એ પણ છે કે આફ્રિકા ખંડના 54 દેશમાંથી 52 દેશના પ્રતિનિધિ પ્રથમ વખત સમિટમાં ભાગ લઈ રહ્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બરાબર દસના ટકોરે મહાત્મા મંદિર આવી પહોચ્યાં હતાં. તેમની સાથે મંચ પર પાંચ દેશોના પ્રમુખોએ સ્થાન લીધું હતું. કાર્યક્રમની શરુઆતે જય જય ગરવી ગુજરાત ગીતની રજૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પીએમ મોદી તેમ જ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતાં પ્રવચનમાં અભિવાદન તેમ જ સમિટનો હેતુ સ્પષ્ટ કરવા સાથે ગુજરાતના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. સીએમ સંબોધન બાદ એક પછી એક મહાનુભાવોના ટૂંકા સંબોધનોનો દોર ચાલ્યો હતો.
ગુજરાતી ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પોતાના પ્રવચનમાં સંબોધન કરતાં વિવિધ રોકાણની માહિતી આપી હતી તેમ જ ભવિષ્યમાં વધુ રોકાણ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કર્યો હતો.વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીએ જણાવ્યું કે ગુજરાત મારુ ઘર છે, જેથી હું વધુ રોકાણ કરીશ.અદાણી ગ્રુપ સોલાર હાઈબ્રિડ પાર્કમાં કરશે 55 હજાર કરોડનું રોકાણ કરશે. જ્યારે મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રીલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે અને હવે રીલાયન્સ જિઓ 5જી નેટવર્ક માટે તૈયાર છે. 6 કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન એ મારું સ્વપ્ન છે.ગુજરાતી યૂથ વિશ્વના શ્રેષ્ઠ યૂથ છે
ડિજિટલ ગુજરાત માટે જિઓ કટિબદ્ધ છે.પીડીપીયુમાં અત્યારે 150 કરોડનું રોકાણ કરવામાં આવશે. 3 લાખ કરોડ રોકાણ થશે. રીલાયન્સ હવે પોતાનું રોકાણ ડબલ કરશે
કુમાર મંગલમ બિરલાનું નિવેદનઃ આગામી ત્રણ વર્ષમાં કરશે 10 હજાર કરોડનું રોકાણ, કેમિકલ અને માઈનિંગ ક્ષેત્રમાં કરશે રોકાણ
વાયબ્રન્ટ સમિટ 2019માં ઉપસ્થિત મહાનુભાવો
પ્રેસિડેન્ટ ઓફ રીપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાન |