વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધન…

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દેશવિદેશના લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ વ્યાપારના અને રાજકીય માંધાતાઓની મહાત્મા મંદિરમાં ઉપસ્થિતિ ગુજરાત અને દેશની શાખનો પ્રભાવ પાથરી રહી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અગ્રણીઓને સંબોધિત કર્યાં હતાં. આ છે તેમના સંબોધનના મુખ્ય અંશ….

પીએમ મોદી દ્વારા વિશ્વના મહાનુભાવોને સંબોધન…..– વાઈબ્રન્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે.
– યંગ જનરેશન અને સ્ટાર્ટ અપ
– વાઈબ્રન્ટ આપના માટે ખૂબ ઉપયોગી અને રોકાણ લાભદાયી બની રહે તેવી શુભેચ્છા
– ગુજરાત તહેવારોનું સ્ટેટ છે, અને વાઈબ્રન્ટ ગુજરાત 11 ભાગીદાર દેશને શુભેચ્છા આપું છું.
– ગુજરાતમાં રોકાણની વિપુલ તકો છે. ગ્લોબલ ટ્રેડ શો પણ ખૂબ મહત્વનો છે.
– બિઝનેસ સ્પીરીટમાં ગુજરાત અગ્રતાક્રમે છે.
– વાઈબ્રન્ટ ગુજરાતની આઠ કડી ખૂબ સફળ રહી છે.
– આફ્રિકા ડે કાલે છે, આપણે બધા આજે ભેગા થયાં છીએ
– વાઈબ્રન્ટ ગુજરાત સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ બની ગયો છે
– ગુજરાત અને ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા દેશ અને રાજ્ય છે.
– અમે વેપારધંધાને વધુ સરળ કરવાનો પ્રયાસ કર્યો છે.
– છેલ્લાં ચાર વર્ષમાં ભારતે ગ્લોબલ રેન્કિંગમાં જમ્પ લગાવ્યો છે.
– ભારત દુનિયાના 50 દેશોની યાદીમાં સામેલ થશે
– ટેક્સેશનમાં અમે ખૂબ સરળતા કરી છે, અને હજી વધુ સરળ અને પારદર્શિતા લાવી રહ્યાં છીએ
– એફડીઆઈમાં ભારત સૌથી પ્રથમ નંબરે છે, કે જેણે એફડીઆઈ માટે દ્વાર ખોલી નાંખ્યા છે.
– આ વાઈબ્રન્ટમાં એવા લોકો હાજર છે કે જેમણે તેમના દેશોમાં પૉલીસી બનાવી છે.
– છેલ્લાં ચાર વર્ષમાં અનેક આયાયો સર કર્યા છે.
– ટેકનોલોજી ક્ષેત્રમાં ખૂબ વિશાળ તકો રહેલી છે.
– ભારત એ આર્થિક અને સામાજિક ઉભરતી અર્થવ્યવસ્થા છે.
– ડિજિટલ પેમેન્ટથી લોકોને સીધો ફાયદો મળતો થયો છે.
– ભારતમાં મધ્યમ વર્ગ મજબૂત થયો છે.
– ભારત યુવાઓનો દેશ છે, અહીંયા રોજગારીની વિપુલ તકો છે.
– અમારું ફોક્સ ડિજિટલ ઈન્ડિયા
– ભારત સામે અનેક પડકારો છે.
– સોલાર અને વિન્ડ એનર્જિના ઉત્પાદનમાં ભારતે આગવુ સ્થાન ગ્રહણ કર્યું છે.
– વારંવાર આવતા લોકોએ ભારતમાં ફેરફાર જોયો છે.
– નવી ટેકનોલોજીથી દેશમાં પરિવર્તન આવ્યું છે.
– ભારતે જીડીપી ગ્રોથ 7.3 ટકા હાંસલ કર્યો છે, 1991 પછી જીડીપી ઊંચો રહ્યો છે.
– ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી ભારતે ઊંચો જીડીપી ગ્રોથ મેળવ્યો છે.
– રેલવે લાઈન અને માર્ગો બમણી ગતિથી બની રહ્યાં છે.
– દુનિયામાં ભારત એવીએશન સેકટરમાં પણ ખૂબ ઝડપથી આગળ વધ્યું છે.
– આયુષ્યમાન યોજનાથી મેડિકલ અને મેડિકલ ટુરિઝમ અને હેલ્થ સેકટરમાં વિપુલ તકો લઈને આવી છે.
– ભારત એ વિપુલ તકો ધરાવતો દેશ છે. ભૌગોલિક સ્થિતિને જોતાં અહીંયા રોકાણ કરનારને લાભ મળશે
– વાઈબ્રન્ટમાં ભાગ લેવા બદલ આપ સૌનો આભાર….

 

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]