અમદાવાદઃ ગુજરાતમાં પહેલીવાર એવા પુરુષોને એવોર્ડ આપવામાં આવ્યો છે કે જેઓ મહિલાઓ અને યુવતીઓને આગળ વધારવામાં સમર્પણના ભાવથી કામ કરતા રહ્યા છે. આ અનોખા એવોર્ડ ફંક્શનમાં 25 પુરુષોને ધ આઈડિયા મેન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર અમદાવાદના એસજી હાઈવે પાસે આ અનોખું એવોર્ડ ફંક્શન આયોજિત કરવામાં આવ્યું હતું. એવોર્ડના આયોજકોના મતે, સામાન્ય રીતે મહિલા દિવસ મનાવાય છે, મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, તેમના સમારોહ અને એવોર્ડ ફંક્શન આયોજિત કરવામાં આવે છે, મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે પરંતુ મહિલાઓ અને યુવતીઓને આગળ વધારવામાં પુરુષોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
તો કેમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પર એવા પુરુષોને સન્માનિત ન કરવા જોઈએ કે જેઓ મહિલાઓના વિકાસ અને તેમને આગળ વધારવામાં સમર્પણ ભાવે કામ કરતા હોય? 25 જેટલા પુરુષોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.