‘વી પ્રોટેક્ટ’ના મકસદ સાથે ફરી એકવાર ભારતીય કોસ્ટ ગાર્ડે પોતાની ક્ષમતા દર્શાવી અને 11 નવેમ્બર 2024ના રોજ જિંદગી બચાવવાનો મિશન સફળ બનાવ્યો! આ ઇમર્જન્સી રેસ્ક્યૂ માટે ઇન્ટરસેપ્ટર બોટ ICGS C-149ને તાત્કાલિક જવાબદારી સોંપવામાં આવી હતી, અને પરિણામે એક કીમતી જીવને બચાવવામાં આવ્યો.
આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે ભારતીય ફિશિંગ બોટ ધન પ્રસાદ (રજી. નંબર IND-GJ-14-0597) પર સવાર એક માછીમાર અચાનક ગંભીર રીતે બીમાર થયો. આ બોટ દરિયામાં દમણથી લગભગ 60 કિ.મી. દૂર દક્ષિણ-પૂર્વ તરફ હતી. ICGS પિપાવાવે તરત જ ICGS C-419ની ટીમને આ મેડિકલ ઇમર્જન્સી માટે મોકલી આપવામાં આવ્યા હતા.
ICGS C-419 ઝડપથી માછીમાર પાસે પહોંચી અને દર્દીનો જીવ બચાવવામાં આવ્યો. જ્યાં માછીમારને પ્રાથમિક સારવાર આપી પછી પિપાવાવના RNEL જેટી પર લઈ જવામાં આવ્યો, જ્યાં સ્ટેશનના મેડિકલ ઓફિસરે દર્દીના તમામ જરૂરી ચેક-અપ કર્યા. ત્યાર બાદ દર્દીને રાજુલાની સ્થાનિક હોસ્પિટલમાં તેના પરિવારજનોની હાજરીમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા.