ટ્રેન્ડ્ઝની ઉત્તરાયણ સેલ્ફી કોન્ટેસ્ટની જાહેરાત

અમદાવાદ: રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઈન ટ્રેન્ડ્સ ઉત્તરાયણના ઉલ્લાસમય પર્વ દરમિયાન એક રસપ્રદ હરીફાઈ દ્વારા ગુજરાતના નાના-નાના શહેરોના ગ્રાહકો સાથેના ઉષ્માભર્યા સંબંધને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

ગુજરાતમાં તેની હાજરી અને પહોંચને વધુ મજબૂત બનાવતાં ટ્રેન્ડ્સે પતંગ ચગાવવાના તહેવાર ઉત્તરાયણ દરમિયાન રાજ્યભરના તેના ગ્રાહકો માટે એક રસપ્રદ હરીફાઈનું આયોજન કર્યું છે.

રસપ્રદ “સેલ્ફી વિથ કાઈટ્સ કોન્ટેસ્ટ” દ્વારા ઉત્તરાયણ પર્વના પાવન પ્રસંગે ગુજરાતમાં આવેલા 40થી વધુ સ્ટોર્સ થકી ટ્રેન્ડ્ઝ તેના ગ્રાહકોને આ કોન્ટેસ્ટ રમવા માટે આવકરાશે. આ હરીફાઈ તેના ગ્રાહકોએ પાસેથી એન્ટ્રીઓ આમંત્રિત કરીને, “પતંગ ઉડાવવા” સાથે પોતાની સેલ્ફી શેર કરવાની રહેશે, પતંગરસિયાઓ પોતપોતાના ઘરોમાં રહીને પોતાની પતંગ સેલ્ફી લઈ શકે છે અને તેમણે ટ્રેન્ડ્સના ડેડિકેટેડ WhatsApp નંબર પર ફોટો-સેલ્ફી મોકલવાની રહેશે.

જે સેલ્ફી અથવા ફોટો “ઉત્તરાયણ માટેના શ્રેષ્ઠ રંગોથી સુશોભિત થીમ” તરીકે પહેલા સ્થાન પર પસંદગી પામશે તેને રૂ.5000ના ગિફ્ટ કાર્ડનું પ્રથમ ઇનામ, રૂ.2000ના ગિફ્ટ કાર્ડનું બીજું ઇનામ અને રૂ.500ના મૂલ્યના ગિફ્ટ કાર્ડના છ આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે. એટલું જ નહીં, દરેક સ્પર્ધકને Trends ડિસ્કાઉન્ટ કૂપન મળશે જે નજીકના Trends સ્ટોરમાંથી મેળવી શકાય છે. આ સ્પર્ધા 20 જાન્યુઆરીએ સમાપ્ત થશે.

હરીફાઈ વિશેની જાહેરાત ગ્રાહકોને WhatsApp મેસેજ તેમજ ટ્રેન્ડ્ઝની પત્રિકાઓ દ્વારા કરવામાં આવશે જે ઘરે-ઘરે વિતરણ કરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. ટ્રેન્ડ્ઝ સ્ટોરના આસપાસના વિસ્તારના નામાંકિત લોકો સ્પર્ધકોની એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરશે.

એન્ટ્રીઓ પ્રાપ્ત થયા પછી ટ્રેન્ડ્ઝ સ્પર્ધકોને ભાગ લેવા બદલ Whatsapp પર ‘Thank You’ના સંદેશા પણ મોકલશે. વિજેતાની જાહેરાત તમામ સ્પર્ધકોને WhatsApp પર પણ કરવામાં આવશે. વિજેતાઓને નજીકના ટ્રેન્ડ્ઝ સ્ટોરમાં આમંત્રિત કરવામાં આવશે અને સ્ટોર દીઠ રૂ. 10,000 ના કુલ ઈનામો આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]