અમરેલી: ગુજરાતમાં વિદાય સમયે પણ વરસાદ ખમ્મયા કરી રહ્યો નથી. જે વરસાદ ખેડૂતોમાટે મિત્ર ગણાતો હોય, એ વરસાદ આજે ખેડૂતોન વેરી બન્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે છૂટોછવાયો સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે અમરેલીના લાઠીમાં વીજળીના કડાકા સાથે વરસાદ બાદ આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી 5 લોકોના મોત થયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કપાસની ખેતીકામ કરી પરત ફરી રહેતા પાંચેય મજૂરોનો આકાશી આફતે જીવ લીધો છે. જ્યારે ત્રણ લોકો ગભરાઈ જતા ઢંસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે થઈ હતી, જ્યારે આ લોકો ખેતરમાંથી કામ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આકાશમાંથી વીજળી પડતાં 5 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે બાકીના 3 લોકો ગભરાઈ જતાં તેમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃત્કોમાં ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા ઉંમર 35 વર્ષ, શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા ઉંમર 18 વર્ષ, રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા ઉંમર 7 વર્ષ, રૂપાલીબેન દલસુખભાઈ ઉંમર 8 વર્ષ, રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા ઉંમર 5 વર્ષનો સમાવેશ થાય છે.