નમસ્તે ટ્રમ્પઃ તૈયારીઓને આખરી ઓપ અપાયો

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ આગામી 24 તારીખે ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ 24 તારીખે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી રોડ-શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને ભારત સહિત અમદાવાદીઓમાં ઉત્સાહ છે. ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

  • નાગરિકોને પહોંચાડવા બે હજાર બસો મૂકાશે
  • અન્ય રાજ્યમાંથી પણ નાગરિકો આવશે
  • ભાટથી મોટેરા સુધીના રુટમાં સાત એસપી અને બે હજારથી વધારે પોલીસ ફોર્સ
  • ગાંધીનગરની હદમાં આવતા વિસ્તારમાં સાત એસ.પી, 2000 થી વધુ પોલીસ જવાન તેનાત
  • 25 આઈપીએસ, 65 એસીપી, 200 પીઆઈ, 800 પીએસઆઈ
  • 10,000 જેટલા પોલીસ જવાનો રહેશે બંદોબસ્તમાં
  • NSG, અને NSG ના એન્ટી સ્નાઇપરની એક ખાસ ટુકડી રહેશે તૈનાત…
  • પિનાક સોફ્ટવેરની મદદથી મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ભાડે રહેનારાઓની તપાસ કરાઈ રહી છે
  • 10 BDDS ની ટીમ
  • 2 અમેરિકન સિક્રેટ એજન્સીની ટીમ
  • બે ઈમરજન્સી મેડિકલ સેન્ટર ઉભા કરાયા
  • સરકારી-ખાનગી હોસ્પિટલોને પણ ઈમરજન્સી સારવારની વ્યવસ્થા કરી રાખવા સૂચના
  • સોમવારે સવારે 8 વાગ્યાથી શહેરના 9 રસ્તા બંધ કરાશે, 7 વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા
  • પેટ્રોલ પંપો, હોટલો કોમ્પલેક્સમાં સીસીટીવી ફરજિયાત, ભાડુઆતની નોંધણી ફરજિયાત
  • સ્ટેડિયમમાં બે ICU સહિત 25 બેડની હોસ્પિટલ તૈયાર, 4 આઈસીયૂ ઓન વ્હિલ્સ
  • 24 મી તારીખે રાણીપમાં દુકાનો, હોટલો બંધ રાખવા નોટિસ
  • ટ્રમ્પની મુલાકાત દરમિયાન નો ફ્લાય ઝોન જાહેર નહી કરાય, એરપોર્ટ પર ત્રણ કલાક વહેલા પહોંચવું પડશે