નર્મદાઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા ખુલતાની સાથે જ ડેમ ખાતે અદભૂત નજારો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. રાજ્ય માટે આજનો દિવસ ઐતિહાસિક છે. નર્મદા ડેમ પર દરવાજા લગાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત ડેમ પરના દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખુલતાની સાથે જ ડેમ ખાતે અદભૂત નજારો જોવા મળ્યો હતો. નર્મદા ડેમનાં 26 દરવાજા ખોલવામાં આવ્યા છે.
અત્યારે નર્મદા ડેમનાં 26 દરવાજા ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડેમના 26 દરવાજા 0.92 સેમી સુધી ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમની ઇતિહાસમાં પ્રથમવાર દરવાજા ખોલાયા છે. ડેમ ખાતે પાણીની સપાટી 131 મીટરે વટાવી જતાં દરવાજા ખોલનો નિર્ણય લેવાયો હતો. હાલ ડેમની સપાટી 131.16 મીટર છે. ડેમમાં હાલ 6,23,635 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે, જ્યારે 50,070 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.
નર્મદા ડેમમાંથી ભારે પાણી છૂટતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવામાં આવે છે. ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાય છે. આ બ્રિજ પથ્થરોથી બનેલો છે. જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયામાં આ પુલ પર અવરજવર બંધ કરાઈ હોવાની જાહેરાત કરી છે.
નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યાની સાથે સાથે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. કરજણ ડેમના ઉપરવાસ સાગબારા અને ડેડીયાપાડામાં ધોધમાર વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. કરજણ ડેમનું રુલ લેવલ પાર થતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાયા બાદ કરજણ નદીના કાંઠાના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ કરજણ નદી બે કાંઠે વહી રહી છે.
તો કરજણ ડેમના ઉપરવાસ સાગબારા અને ડેડીયાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે ડેમમમાં નવા નીર પણ આવ્યા છે. કરજણ ડેમનું રુલ લેવલ પાર થતા કરજણ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. કરજણ નદી કાંઠા વિસ્તારને સાવચેતીના ભાગરુપે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણી આવતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે.