તથ્યકાંડમાં અમદાવાદ પોલીસનો નવો ખુલાસો..

ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીના 9 માસૂમ લોકોના જીવ લેના તથ્ય પટેલની જગુઆર કારને કોઈ ટ્રાયલ કોર્ટમાંથી ખોટી સહી કરીને છોડાવી ગયા અફવા ફેલાય હતી, જેના પર અમદાવાદ પોલીસ ટ્વીટ કરીને પુર્ણ વિરામ મુક્યુ છે. ઇસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જગુઆર કાર કોઇ ટ્રાયલ કોર્ટમાંથી ક્રીશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાની વાત સામે આવી હતી. તથ્ય પટેલ સામેના ગુનામાં વપરાયેલી જગુઆર કાર છોડાવવા રજિસ્ટ્રાર સામે કોઇ સોગંદનામું કર્યા વગર જ મુદ્દામાલ તરીકે છોડાવી જવાની વાતથી ચકચાર મચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર ગતરોજના તથ્ય પટેલે જે કાર દ્વારા 9 લોકોના જીવ લીધા હતા, તે કારને લઈ એક સમાચાર વહેતા થાય હતા. જેમાં જગુઆર કારના મુળ માલિક ક્રીશ વારિયાની ખોટી સહી કરીને મુદ્દામાલ પાછો મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપી દેવાતા કાર કોઈ અજાણી વ્યક્તિ છોડાવી ગયું હોવાની વાત કરવામાં આવી હતી. જ્યારે તથ્ય પટેલ સામેના ગુનાની તપાસમાં કારની મહત્વની ભૂમિકા છે. હજુ ચાર્જફ્રેમ પણ થયો નથી તે પહેલા કાર કોઈ નકલી સહી કરીને છોડાવી જાય તે ગંભીર ગણી શકાય તેવી બાબત છે.

જગુઆર કારને અજાણી વ્યક્તી દ્વારા લઈ જવાની અફવા પર અમદાવાદ પોલીસે ટ્વીટ કરી પૂર્ણ વિરામ મૂકી દીધો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરી જણાવ્યું કે જગુઆર કાર હાલ પર પોલીસના કબ્જામાં જ છે. વધુ અમદાવાદ પોલીસે ટ્વીટમાં જગુઆર કારનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ સાથે અમદાવાદ પોલીસે ટ્વીટમાં જણાવ્યું કે આ તથ્ય પટેલની કાર સાથે જોડાયેલા સમાચાર અફવા હોવાથી કોઈ ધ્યાન આપવું નહીં.