અમદાવાદઃ કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન થતાં જ શહેરનો નવા રૂપરંગ થી સજી રહેલો સી.જી.રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. નવી ડિઝાઈનથી સજ્જ થઇ રહેલ સી.જી.રોડનું લૉકડાઉનના કારણે બંધ કરી દેવામાં આવેલ કામ ફરી એકવાર શરુ કરી દેવામાં આવ્યું છે.શહેરના નવરંગપુરા સ્ટેડિયમ પાસેથી આંબાવાડી, પરિમલ સુધી આવરી લેવાયેલો સી.જી.રોડ વર્ષો પછી ફરી એકવાર નવો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. લૉકડાઉન થતાં જ કામ બંધ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક દિવસથી પંચવટી વિસ્તારોની આસપાસ કામ ઝડપથી ચાલી રહ્યું છે.નવી ડિઝાઈનથી સજ્જ થઇ રહેલ સી.જી.રોડ પર પહોળી ફૂટપાથ, નવા બસ સ્ટેન્ડ, નવી કચરાપેટીઓ, કુંડા, રાત્રે ઉજાસ માટે નવી ડિઝાઈનથી સજ્જ લાઇટના થાંભલા, રોડ ડિવાઇડર લગાડવામાં આવી રહ્યા છે. વેપાર ધંધા, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ રેસ્ટોરન્ટ, બગીચાઓને અડીને આવેલો સી.જી.રોડને નવો આકાર આપવાનું કામ ફરી એકવાર શરુ થતાં સૂનો માર્ગ જીવંત થઇ ગયો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)