સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 32મા હૃદય, ફેફસાંના દાનની સાતમી ઘટના

સુરતઃ સુરતથી મુંબઈનું 3૦૦ કિ.મીનું અંતર ૧૦૦ મિનિટમાં કાપીને મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં મુંબઈનાં રહેવાસી ૪૬ વર્ષીય મહિલામાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું, સુરતથી હૈદરાબાદનું ૯૪૦ કિ.મીનું અંતર ૧૬૦ મિનિટમાં કાપીને કીમ્સ હોસ્પિટલમાં જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી ૩૧ વર્ષીય મહિલામાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, જ્યારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું.

હ્રદય, ફેફસાં અને કિડની સમયસર મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૮૪  કિડની, ૧૫૮ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૨ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૮૮ ચક્ષુઓ કુલ ૮૮૨ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૧૦ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ કામિનીબેન ભરતભાઈ પટેલનાં પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરીને સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી ડોનેટ લાઈફના માધ્યમથી હૃદય અને ફેફસાંનું દાન કરાવવાની સૌપ્રથમ ઘટના નોંધાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]