IITGNનો 11મો દીક્ષાંત કાર્યક્રમ 30 જુલાઈએ કેમ્પસમાં યોજાશે

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા 30 જુલાઈએ શનિવારે સવારે 11 કલાકે કેમ્પસમાં 11મા  દીક્ષાંત (કોન્વોકેશન) સમાંરભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ વર્ષે ઇન્સ્ટિટ્યૂટમાંથી 397 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે. તેમને ડિગ્રીઓ અને મેડલ આપવામાં આવશે. 

આ દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર ડો. ક્રિષ્ણાસ્વામી વિજયરાઘવન ઉપસ્થિત હશે. આ કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાની શૈક્ષણિક યાત્રાથી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ આપવામાં આવશે. ત્યાર બાદ ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં અને એ પછી મુખ્ય અતિથિ વિદ્યાર્થીઓને સંબોધશે. આ કાર્યક્રમનું IITGNના યુટ્યુબ (iitgn1) પર પછીથી પ્રસારણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં IITGN 11મા કોન્વોકેશન સેરેમનીમાં આમંત્રિત મહેમાનોને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપે છે અને આ સમારંભ પછી લંચનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 કલાકે શરૂ થઈ જશે.