તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની પુષ્કળ આવક

જૂનાગઢઃ ફળોનો રાજા કેસર કેરીની ગીર પંથકમાં કેસર કેરીની પુષ્કળ આવક થઈ રહી છે, જેને લીધે કેસર કેરીની સીઝન આ વર્ષે લાંબી ચાલવાની ધારણા છે. હાલ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની ખૂબ આવક થઈ રહી છે. મંગળવારે કેસર કેરીના 21,000 બોક્સની આવક થઈ હતી. સીઝનમાં અત્યાર સુધી કેસર કેરીના 2.87 લાખની આવક થઈ છે.

કેસર કેરીની નોંધપાત્ર આવકને પગલે કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે. મળી રહી છે. આજે નીચો ભાવ ફક્ત રૂ. 400 જ નોંધાયો હતો, જ્યારે ઊંચો ભાવ રૂ. 1375 નોંધાયો છે. આ સામે કેરીની આવક 2226 ક્વિન્ટલ નોંધવામાં આવી છે.

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 18 એપ્રિલથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો હતો. જોકે આ વખતે માવઠાને લીધે અનેક પાકને નુકસાન પહોંચ્યું હતું, જેમાં કેરીનો પાક પણ બાકાત રહ્યો નહોતો. ભારે વાવાઝોડા તથા  કમોસમી વરસાદની પરિસ્થિતિને લીધે આ પાકમાં ભારે નુકસાન થયું હતું, પણ તેમ છતાં હાલ કેસર કેરીની ખૂબ આવક થઈ રહી છે.

કમોસમી વરસાદે ગ્રાહકો વેપારીઓ અને ખેડૂતોને નિરાશ કર્યા હતા પરંતુ મેં મહિનામાં આવતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે, જેને કારણે APMCમાં ગ્રાહકોની ખરીદદારી વધી છે. નવસારીમાંથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં કેરીની નિકાસ થાય છે અને અહીંના કેરીની ડિમાન્ડ પણ સૌથી વધુ જોવા મળે છે.