અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બીજી વખત મોતનું તાંડવ રચવામાં આવ્યું. બીજી વખત ફ્રી કેમ્પની આડમાં દર્દીઓને દાખલ કરાવ્યા અને સરકારી યોજનના રૂપિયા હેઠવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. 100 દર્દી કેમ્પમાં આવ્યા 20 લોકો, જેની પાસે માં કાર્ડ હતું તેમને બિમારી હોવાની વાત કહેવામાં આવી, 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. પરંતુ અંતમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યો અને ડોક્ટરથી દાનવના બનવાના કૌભાંડનો થયો પર્દાફાશ. આ તમામ કાંડમાં બેના જીવ ગયા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. તપાસનો ધમધમાટ શરૂ થયો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જાહેરાત કરી છે.
આરોગ્ય વિભાગની અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ખ્યાતી હોસ્પિટલ કાંડની તપાસ અહેવાલોના આધારે લેવા પગલા વિશે જણાવતા કહ્યું કે, હોસ્પિટલને PMJAYથી બહાર કરવામાં આવશે. આ ઉપરાંત માલિક સામે પગલાં લેવામાં આવશે, ડોક્ટર હવે માન્ય ડોક્ટર ગણવામાં આવશે નહીં, યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિના મોત થયા છે એટલા માટે BNSની કલમ 105, 336, 361 હેઠળ રાજ્ય સરકાર પોલીસ ફરિયાદ કરશે, ડોક્ટર સામે પગલાં લેવા મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવશે, અગાઉના કેસ સામે તપાસ કરવામાં આવશે, વ્યવસ્થા સુધારીકરણ કરવામાં આવશે, કાર્ડીઓલોજી અને કાર્ડિયાક ફરજિયાત રહેશે, વિજીટિંગ હશે તો PMJAY માન્યતા મળશે નહીં, PMJAYનું મોનિટરિંગ કરવામાં આવશે, પીડિત પરિવાર પ્રત્યે સરકાર દુઃખ વ્યક્ત કરે છે જેથી રાજ્ય સરકાર કડક પગલાં લેશે અને માળખાકીય સુવિધામાં સુધારો કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ખ્યાતિ હોસ્પિટલ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે. આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો હતો. આ બેઠક પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે. હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. આ મામલે રચવામાં આવેલી સમિતિ દ્વારા જે પણ 7 દર્દીમાં સ્ટેન્ટ મૂકાયા તેમની સીડી અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાઇ રહ્યો છે. આ અભ્યાસ કરાયા બાદ તેઓ તેમનો રીપોર્ટ આરોગ્ય વિભાગને આપશે.