અમદાવાદઃ રાજ્યના અમદાવાદમાં નકલી ડોક્ટર દ્વારા હોસ્પિટલ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. અહીં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ નકલી ડોક્ટરની બીજી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી મોરૈયામાં કરવામાં આવી છે. મોરૈયા જનરલ હોસ્પિટલને નામે નકલી ડોક્ટર હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. આ હોસ્પિટલ નકલી ડોક્ટર મેહુલ ચાવડા ચલાવી રહ્યો હતો.
બાવળામાંથી ઝડપાયેલ બોગસ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્ટર મામલે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય બે બોગસ ડોક્ટર મનીષા અમેરેલિયા અને ધર્મેન્દ્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્થાનિક PHC ના મેડિકલ ઓફિસર ઋતુરાજ ચાવડાએ આ અંગે પોલીસ નોંધાવી છે. ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 અન્વયે આ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત હોસ્પિટલના સંદર્ભે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
બાવળાના કેરાલા ગામની અનન્યા હોસ્પિટલમાં CDHOએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી હતી.. અને તે સમયે જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને હવે તેની બીજી બોગસ હોસ્પિટલ પણ સીલ કરી દેવામાં આવી છે.