સૂરતઃ સૂરતના ગોડાદરા વિસ્તારમાં એક સાથે 432 જેટલા હિન્દુઓએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. મહત્વનું છે કે આજથી પાંચ વર્ષ પહેલા હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા માટે તત્કાલીન સૂરત જિલ્લા કલેક્ટરની મંજૂરી માગતી અરજી કરવામાં આવી હતી. ત્યારે 432 વ્યક્તિઓને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે સૂરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ દ્વારા મંજૂરી આપી હતી.
ત્યારે આજે યોજાયેલા એક કાર્યક્રમમાં કુલ 432 જેટલા હિન્દુઓએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો છે. 432 વ્યક્તિઓને આ પ્રસંગે સૂરત જિલ્લા કલેકટર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હોવાનાં પ્રમાણપત્રો આપશે છેલ્લા પાંચ વર્ષથી ધર્મ પરિવર્તન માટે જે તે જિલ્લાના કલેકટરની મંજૂરી માંગવા ફરજિયાત હોઈ પાંચ વર્ષ પૂર્વે સૂરતના 500 હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી માગી હતી.
જેનો નિકાલ પાંચ વર્ષ બાદમાં વર્તમાન કલેક્ટરે કર્યો છે સંભવતઃ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સામૂહિક ધર્મ પરિવર્તન કરી બોદ્ધ ધર્મ અંગિકાર કરવાની મંજૂરી આપવા અંગેનો સૂરતમાં સૌપ્રથમ કિસ્સો છે.
આ અંગે કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, ‘છેલ્લાં પાંચ વર્ષમાં ધર્મપરિવર્તન કરવા માટે 500થી વધારે લોકોએ જિલ્લા અધિકારીઓને અરજી કરી છે. આ લોકો કોઈના દબાણમાં આવીને અથવા પોતાની ઇચ્છાથી ધર્મપરિવર્તન કરી રહ્યા છે તે જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી. જેમાંથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી 432 કેસોનો નિકાલ કરીને તેમને ધર્મપરિવર્તન માટે મંજૂરી આપી છે.