તિસ્તા સેતલવાડને તપાસમાં પોલીસનો સહયોગ કરવાનો ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદને નાણાંના દુરુપયોગને લઈને તેમની વિરુદ્ધ દાખલ થયેલા કેસમાં ગુજરાત પોલીસની સાથે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. જોકે કોર્ટે તેમને અપાયેલા જામીન બાબતે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે.  

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રાએ કહ્યું હતું કે આ કેસની ઘટનાને ઘણો સમય થઈ ચૂક્યો છે, છતાં કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં નથી આવી. આ કેસમાં દંપતીને તપાસ એજન્સીને સહકાર આપવા કહેવામાં આવ્યું છે. સેતલવાડ માટે કોર્ટમાં હાજર રહેલા સિનિયર વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાત સરકાર વતી કેસમાં એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસ. વી. રાજુ હાજર રહ્યા હતા.

તિસ્તા અને તેમના પતિ જાવેદ આનંદ આ મામલે ગુજરાત હાઈકોર્ટે ધરપકડ પહેલાંની તેમની જામીન અરજી નકારી દેતાં સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યાં હતાં. ASG રાજુએ કોર્ટ સમક્ષ આરોપીઓ દ્વારા અસહયોગની દલીલ કરી હતી.

શું હતો ગુલબર્ગ સોસાયટી કેસ?

અમદાવાદ પોલીસ દ્વારા વર્ષ 2008 અને 2013cex કેન્દ્ર સરકાર પાસેથી ઉપરોક્ત હેતુ માટે રૂ. 1.4 કરોડ છદ્મ રીતે ફંડ મેળવી, અન્ય હેતુ માટે ખોટી રીતે ઉપયોગ કરાયો હોવાના આરોપસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તિસ્તા પર આરોપ છે કે તેમણે તેમની સંસ્થા દ્વારા ગુલબર્ગ સાંપ્રદાયિક રમખાણ બાદ એ સ્થળે ‘મ્યુઝિયમ ઓફ રેઝિસ્ટન્સ’ બનાવવા માટે ખોટી રીતે ફંડ મેળવ્યું હતું, જેનો અન્ય હેતુસર ઉપયોગ કરાયાના પણ આરોપ થયા હતા.