સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનારના ડેથ વોરન્ટ પર સુપ્રીમની રોક

નવી દિલ્હીઃ વર્ષ 2018 માં સૂરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા અને તેની હત્યા મામલે દોષિતના ડેથ વોરન્ટ પર સુપ્રીમ કોર્ટે ગુરુવાર સુધી રોક લગાવી દિધી છે.

સેશન્સ કોર્ટએ અનિલને ફાંસીની સજા આપ્યા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે 29 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કર્યુ હતુ. જોકે, સુપ્રીમ કોર્ટમાં અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. આ ઘટનામાં લીંબાયતમાં રહેતા અનિલ યાદવે પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને ઘરમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બાદમાં તેની હત્યા કરી હતી.

હવસનો ખૂની ખેલ ખેલ્યા બાદ અનિલ માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં આરોપી બિહારથી પકડાયો હતો.