IITGN ખાતે સુપરકમ્પ્યુટર ‘પરમ અનંતા’ કાર્યાન્વિત

ગાંધીનગરઃ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે સંચાલિત તથા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) અમલીકરણ હેઠળ નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન અંતર્ગત સુપરકમ્પ્યુટર ‘પરમ અનંતા’ને અત્રેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) સંસ્થા ખાતે કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.

આ નવું સુપરકમ્પ્યુટર IITGNના વિજ્ઞાનીઓને તેમજ સંસ્થાના પરિસરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ તથા ઉદ્યોગોને એમનાં રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ કાર્યો દરમિયાન પ્રચંડ માત્રામાં કમ્પ્યુટર ઊર્જા પૂરી પાડશે. સાથોસાથ, IITGN સંસ્થાની સંશોધનકારી અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પણ બળ પૂરું પાડશે.

સુપરકમ્પ્યુટરના નામ ‘અનંતા’નો અર્થ થાય છે અનંત અથવા અમર્યાદિત. લોગોની ડિઝાઈન સૂર્યના રૂપમાં સુદર્શન ચક્રનું પ્રતિક છે જ્યારે ડેટા ગ્રિડ પર્વત અમર્યાદ ક્ષિતિજના દ્રષ્ટિકોણથી વિલીન થાય છે.