શહેરમાં ગણેશોત્સવના પ્રારંભે બે જૂથો વચ્ચે પથ્થરમારો

વડોદરાઃ રાજ્યના વડોદરા શહેરમાં બે જૂથો વચ્ચે ગણેશ મૂર્તિની સ્થાપના માટે લઈ જતી વખતે અથડામણ થઈ હતી. પોલીસે આ મામલે તત્કાળ કાર્યવાહી કરતાં બંને પક્ષોના 13 લોકોને અટકાયતમાં લીધા હતા. આ ઘટના માંડવીની પાસે પાણીગેટ વિસ્તારની છે. ગઈ કાલે રાત્રે 11-12 કલાકે બંને જૂથો વચ્ચે ઝડપ થઈ હતી.

શહરેમાં ગણેશોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક લોલો ગઈ કાલે ગણેશ મૂર્તિ ળઈ જતા હતા, ત્યારે  બે જૂથો વચ્ચેના લોકોમાં આપસમાં કોઈ વાતે વિવાદ થયો હતો, જે પછી પથ્થરમારો શરૂ થયો હતો. જોકે પોલીસ સતર્ક હતી. એ દરમ્યાન ત્યાં એક મસ્જિદના મેઇન ગેટનો ગ્લાસ પણ તૂટી ગયો હતો.  જેથી કોઈ પણ મોટી ઘટના બને એ પહેલાં બંને પક્ષોના તોફાની તત્ત્વોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.  

પોલીસે જે FIR નોંધ્યો હતો, તેમાં 143 (ગેરકાયદે રીતે ભીડ કરવી), 147 (રમખાણ), 336 (કોઈના જીવને જોખમમાં મૂકવા) અને 295 (પૂજાની જગ્યાને દૂષિત કરવી)ની કલમ લગાવવામાં આવી છે. હાલ આ વિસ્તારમાં શાંતિ છે, પણ પોલીસે અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]