અમદાવાદ-રાજકોટથી જતાંઆવતાં મુસાફરો માટે વિશેષ ધ્યાનપાત્ર સમાચાર સામે આવ્યાં છે. 7 એપ્રિલના રોજ એન્જીનિયરિંગ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો આંશિકપણે રદ કરવામાં આવી છે અને કેટલીક અન્ય ટ્રેન સમયથી મોડી ચાલશે.
રાજકોટ ડિવિઝનમાં વાંકાનેર-અમરસર સેક્શન વચ્ચે લેવલ ક્રોસિંગ નં.96 પર લિમિટેડ હાઈટ સબવે બનાવવાના કાર્યને લીધે 7 એપ્રિલ,2019ના રોજ એન્જિનીયરીંગ બ્લોક લેવાશે આ બ્લોકને કારણે 07 એપ્રિલના રોજ કેટલીક ટ્રેનો નીચે મુજબ પ્રભાવિત થશે.
આંશિકરૂપે રદ ટ્રેનો
- 06 એપ્રિલના રોજ ભાવનગરથી ઉપડતી ટ્રેન નં. 59207 ભાવનગર-ઓખા લોકલ ભાવનગરથી ઉપડીને 07 એપ્રિલના રોજ વાંકાનેર પહોંચશે તથા આને વાંકાનેર પર જ શોર્ટ ટર્મિનેટ કરાશે.આ રીતે આ ટ્રેન 07 એપ્રિલના રોજ વાંકાનેર-ઓખા વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન 07 એપ્રિલના રોજ ટ્રેન નં. 59208 ઓખા- ભાવનગર લોકલ ઓખાને બદલે રાજકોટથી પ્રારંભ થઈને ભાવનગર જશે. આ રીતે આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
મોડી ઉપડનારી/માર્ગમાં મોડી પડનારી ટ્રેન
- ટ્રેન નં. 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ રાજકોટ-અમરસર વચ્ચે લગભગ 30 મિનિટ રેગ્યુલેટ (મોડી) પડશે.
- ટ્રેન નં. 59548 રાજકોટ-અમદાવાદ પેસેન્જર, રાજકોટ-વાકાનેર વચ્ચે લગભગ 1 કલાક રેગ્યુલેટ (મોડી) પડશે.
- ટ્રેન નં. 19217 બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, વિરમગામ-વાંકાનેર વચ્ચે લગભગ 45 મિનિટ રેગ્યુલેટ (મોડી) પડશે.
- ટ્રેન નં. 22960 બાંદ્રા-જામનગર-સૂરત ઈન્ટરસિટી એક્સપ્રેસ, રાજકોટ-અમરસર વચ્ચે લગભગ 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) પડશે.
પ્રવાસીઓને રેલવેતંત્ર દ્વારા વિનંતી છે કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખી તેમનો પ્રવાસ પ્રારંભ કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.