અમદાવાદઃ જમ્મુ-કશ્મીરમાં 370 ની કલમ ભારતીય ઉપમહાખંડ માટે માથાના દુખાવા સમાન હતી. જેનાથી ત્યાંની સ્થાનિક પ્રજા તેમજ ભારતે ઘણું સહન કરવું પડ્યું. ભાજપાની સરકાર આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વડપણ હેઠળની ટીમે 370ની કલમને હટાવી દીધી.
આ ઐતિહાસિક નિર્ણયથી સમાજના ઘણા બધા વર્ગો આનંદિત થયા છે. જેમાં અમદાવાદના એસજીવીપી પરિવારે પણ અનોખી રીતે આનંદ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેરના એસ.જી હાઇવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા (એસજીવીપી) ઇન્ટરનેશનલ સ્કૂલના 1200 જેટલા વિદ્યાર્થીઓ , શિક્ષકો તેમજ આગેવાનો એ ભેગા મળી સ્વતંત્રતા દિવસ પૂર્વે ઉત્સવ ઉજવ્યો.
આ ઉત્સવમાં ભારતના એકીકરણ, એકતા- અખંડિતતા, જમ્મુ-કશ્મીર જે દેશનું અભિન્ન અંગ છે એ દર્શાવવા 370 ની કલમનું ચિત્રાંકન કરવામાં આવ્યું હતું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એસ જી.વી.પી સંસ્થાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા હરખથી બનાવવામાં આવેલા ચિત્રથી આખા કેમ્પસની સુંદરતા વધી ગઇ હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)