હોળીના તહેવારને લઈ રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલ બ્રિજ રહેશે બંધ

અમદાવાદ: દેશભરમાં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આવતી કાલે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. ધૂળેટી પર્વને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલ ફૂટ ઓવરબ્રિજ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હોળી અને ધુળેટીના દિવસે લોકો રંગોથી ઉજવણી કરતા હોય છે. જેમાં અમુક રંગો કેમિકલવાળા હોવાના કારણે વૃક્ષોને નુકસાન થઈ શકે છે. તેથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હોળી અને ધૂળેટીના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી રિવરફ્રન્ટ ગાર્ડન અને ધૂળેટીના દિવસે અટલ ફૂટ ઓવર બ્રિજ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેવાની જાહેરાત કરી છે. જેથી રંગોના કારણે ગાર્ડન ખરાબ ન થાય અને સફાઈ કર્મચારીઓ પણ હોળી અને ધૂળેટીની મજા માણી શકે.